રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં સત્તાધારી પક્ષને તેના નેતાએ જ ખૂલ્લા પાડયા
પદાધિકારીઓની જનરલ બોર્ડમાં પોલ ખોલી પણ જનતાના મૂળભૂત પ્રશ્નો ઠેરના ઠેર : ડો.હેમાંગ વસાવડા, તુષિત પાણેરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક મા એક આશ્ચર્યજનક સ્થિતિ જોવા મળી હતી , સત્તાપક્ષ ભાજપ ના જ કોર્પોરેટરો એ પોતાના જ પદાધિકારીઓ અને મનપા તંત્ર સામે વિકાસકાર્યો , જાહેર માર્ગો ફૂટપાથો સહિત ઠેકઠેકાણે ખડકાયેલા ગેરકાયદેસર દબાણો , વરસાદી પાણી નો નિકાલ , ટી.પી. પ્લોટ , હોકર્સ ઝોન , રસ્તાઓ પરના ખાડાઓ , બેફામ વેચાઈ રહેલા અખાદ્ય / ભેળસેળ યુક્ત પદાર્થો અને આરોગ્ય , સાફ સફાઈ સહિત ની પાયાની સુવિધાઓ ને લઈને રીતસર એક પછી એક સવાલો નો મારો ચલાવ્યો હતો , જેના કારણે મનપા ના અણઘડ વહીવટ અને રોજીંદા પ્રશ્નો નું નિરાકરણ ન આવતા સામાન્ય જનતા મા રોષ ભભૂકી ઉઠ્યો છે . .
જનરલ બોર્ડ મા વોર્ડ નં. 1 ના કોર્પોરેટર જયરાજસિંહ ગજુભા જાડેજા એ શહેર મા ગેરકાયદેસર બાંધકામો સામે શું કાર્યવાહી થઈ , તે અંગે સવાલ ઉઠાવ્યો. મનપાએ કાયદાકીય જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો, પરંતુ છેલ્લા પાંચ વર્ષમા કેટલી નોટિસો અપાઈ , કેટલી કાર્યવાહી થઈ અને કેટલા કેસ પેન્ડિંગ છે તેવા ચોક્કસ આંકડા રજૂ કર્યા નહોતા . .
વોર્ડ નં. 3 ના અલ્પાબેન દીપકભાઈ દવે એ રેલવે જંક્શન વિસ્તાર , પોપટપરા નાળા ના વિકાસ અને ત્યાં ભરાતા પાણી અને ડ્રેનેજ ની કામગીરી અંગે પ્રશ્નો પૂછ્યા. મનપા એ કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું, પરંતુ અનેક યોજનાઓ હજુ મંજૂરી અને અમલીકરણ ની પ્રતિક્ષા મા હોવાનું સામે આવ્યું છે.
જનરલ બોર્ડ મા કોર્પોરેટરો એ જે મુદ્દાઓ ઉઠાવ્યા તે શહેરના સામાન્ય નાગરિકો ની રોજીંદી સમસ્યાઓ છે . . તેમા પણ ગેરકાયદેસર બાંધકામો , હજારો પેન્ડિંગ અરજીઓ , વરસાદી પાણી ભરાતા 87 સ્થળો , ટી.પી. પ્લોટો પરના દબાણો , ગેરકાયદેસર ધમધમતી મટન માર્કેટ , હોકર્સ ઝોન અને વિવિધ વિકાસકાર્યો અંગે ઉઠેલા સવાલો દર્શાવે છે કે રાજકોટ મા સમસ્યાઓ નો પાર નથી પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જનરલ બોર્ડ મા રજૂ થયેલા આ જવાબો માત્ર કાગળ પૂરતા જ સીમિત રાખવાને બદલે મનપા તંત્ર ખરેખર સમયબદ્ધ રીતે કામગીરી કરી જનતા ના પ્રશ્નો નો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કોંગ્રેસના ડો.હેમાંગ વસાવડા અને તુષિત પાણેરીએ કરી છે.


