By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 hour ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    24 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો

Editor
Last updated: 2026/06/16 at 3:26 PM
37 minutes ago
Share
રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો
SHARE

અમરેલી જિલ્લામાં વધેલા વન્યપ્રાણીઓના હિંસક હૂમલો

રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો

સિંહે શિકાર કરતા પાંસળીના ટુકડા, માથુ ધડથી અલગ, અડધુ ખાધુ : હચમચાવી નાખતા દ્રશ્યોથી સ્થાનિકોમાં ગભરાટ : વતન જવા નીકળ્યો અને સાવજનો કોળીયો બન્યો

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામેથી એક અત્યંત અરેરાટીભરી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજુલાના કોવાયા ગામ નજીક આવેલા થર્મલ પાવર પ્લાન્ટ વિસ્તારમાં સિંહે એક પરપ્રાંતિય યુવક પર મોડીરાતે જીવલેણ હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. સિંહના આ ઘાતક હુમલામાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર (રહે. ઉત્તરાખંડ) તરીકે થઈ છે. વન્ય પ્રાણી સિંહે યુવક પર એટલો ક્રૂર હુમલો કર્યો હતો કે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને શરીરનો મોટાભાગનો હિસ્સો ખાઇ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ રાજુલા વન વિભાગની ટીમ અને મરિન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ધટના સ્થળેથી વન વિભાગને યુવકની પાંસળીના ટુકડા અને અડધું ખાધેલું માથું જ મળી આવ્યું હતું. આ ભયાનક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં. પોલીસે મૃતક યુવકના બાકી બચેલા માનવ અંગોને એકઠા કરીને પીએમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. હાલ વન વિભાગ દ્વારા નરભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા માટે ચક્રો ગતિમાન કરી સઘન કવાયત હાથ ધરવામાં આવી છે.

આ બાબતે કોવાયા ગામના સરપંચ જીણાભાઇ લાખણોત્રાએ જણાવ્યું કે, કોવાયા ગામમાં અવારનવાર વન્ય પ્રાણીઓના આંટાફેરા જોવા મળી રહ્યા છે. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગ દ્વારા અહી ટ્રેકરોની ધટ હોવાથી તે પુરતા ટ્રેકરોની જગ્યા પૂર્ણ કરો અને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.

આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડા અને RFO સહિતનો વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષ અને ભયને શાંત કરવા તેમજ નરભક્ષી બનેલા સિંહને ઝડપી લેવા માટે વનતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય હોવા છતાં, આ પ્રકારનો ઘાતકી હુમલો થતાં વન વિભાગની ચિંતામાં પણ મોટો વધારો થયો છે.

કુતરાની જેમ સિંહ રખડે છે

ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂરી છે. વિસ્તારમાં વન્યજીવોની અવરજવર અંગે પૂછતાં તેમણે ઉમેર્યું કે, અહીં સિંહોની અવરજવર સતત ચાલુ જ રહે છે. દિવસે કે રાતે ગમે ત્યારે સિંહો જોવા મળે છે. અત્યારની જ વાત કરીએ તો, કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહ બેઠા છે.

 પીડિત પરિવારને વળતર આપે, નહીંતર ગામલોકો આંદોલન કરશે’ : સરપંચ

આ કાળજું કંપાવી દેનારી ઘટના અંગે કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવક પરપ્રાંતીય હતો અને અહીં સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સાંજના સમયે જ્યારે તે બેઠો હતો, ત્યારે ત્રણથી ચાર વન્ય પ્રાણી ત્યાં આવ્યા અને તેને ઢસડીને દૂર લઈ ગયા હતા. આ હિંસક જનાવરોએ યુવકને આખો ફાડી ખાધો છે. અગાઉ નજીકના ભાકોદર ગામમાં પણ આવી જ દુર્ઘટના ઘટી ચૂકી છે.

સરપંચે વન મંત્રીને સીધી અપીલ કરતાં જણાવ્યું કે, મારી સરકાર અને વન મંત્રીને રજૂઆત છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક લેવલે લોકલ ટ્રેકર્સની વધુમાં વધુ ભરતી કરવામાં આવે. આ સાથે જ, મૃતક યુવકના પરિવારને તેમજ અગાઉ બનેલી ઘટનાના ભોગ બનનાર પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય મળવી જ જોઈએ. જો આગામી સમયમાં વનવિભાગ દ્વારા ટ્રેકર્સની ભરતી અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે ગામ સ્તરે લોકોને એકઠા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું.

You Might Also Like

તેલમાં ઠંડક, ચોમાસામાં ગરમી: અર્થતંત્ર માટે નવી કસોટી

રાજુલાના ખાંભલીયા ગામની સીમમાં શ્વાન અને સિંહણ ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકયાં

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

જેતપુરમાં શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડ ઓફિસમાં કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ

જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડ ઓફિસમાં કરવા કોંગ્રેસની માંગ

Editor By Editor 5 days ago
વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
રેલવેના બંધ ફાટકને ગેરકાયદેસર રીતે ખોલવાનો પ્રયાસ ન કરવા સૂચન
સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ
પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા દરિયો ખેડવા ગયેલી બોટના માલિકો સામે ગુનો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?