By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    12 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નથી, એ વૈશ્વિક મહામંત્ર છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નથી, એ વૈશ્વિક મહામંત્ર છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/01/05 at 5:58 PM
4 months ago
Share
રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નથી, એ વૈશ્વિક મહામંત્ર છે : મોરારિબાપુ
SHARE

રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નથી, એ વૈશ્વિક મહામંત્ર છે : મોરારિબાપુ

બિહારની લખીસરાઇની ભૂમિ પરથી બાપુની નવસો સીતેરમી રામકથાનો મંગલ શુભારંભ

માનસના સાતેય સોપાનમાં શ્રીરામ બિહારી (વિહારી) છે

‘લખિસરાઇ’એ ‘લક્કિસરાઇ’ છે!

 

પ્રિય મોરારિબાપુની નવસો સીતેરમી રામકથાનો ગયા શનિવારથી, બિહાર રાજયના લખિસરાઇનગરની ભૂમિપરથી શુભ મંગલ પ્રારંભ થયો હતો, બાપુએ રામકથાનો કેન્દ્રસ્થ વિષય ‘માનસ સૃંગિરિષ’ રાખ્યો છે અને માનસની બાકાંડાની આ ત્રણ ચોપાઇઓને કેન્દ્રસ્થ આ રામકથાનું નવદિવસીય રામગાન થશે.

સૃંગી રિષિડુ બસિષ્ઠ બોલાવા

પુત્રકામ શુભ જગ્ય કરાવ

ભગતિ સહિત મુનિ આહુતિ દીન્દુ

પ્રગટે અગિનિ ચર, કર બીન્દે

જો બસિષ્ઠ કછુ હૃદય વિચારા

સકલ કાજ ભા સિધ્ધ તુમ્હારા

 

શનિવારે કથાના પ્રેમસંવાદના પ્રથમ દિવસે બાપુએ પોતાની પ્રસન્નતા વ્યકત કરતા કહ્યું કે લખિસરાઇની ભુમિ એ સગર્ભા ભૂમિ છે. અહીં જયાં ભૂમિ ખોદો ત્યાંથી મૂર્તિ નીકળે છે! લખિસરાઇ અધ્યાત્મીક, સાંસ્કૃતિક, ઐતિહાસિક ભૂમિ છે. લખિસરાઇએ ‘લક્કિ સરાઇ’ છે! જો કે અહીં વાત થઇ કે આ ભૂમિ લખી એટલે કે લક્ષ્મીની ભૂમિ છે. આ ભૂમિ પર કેટકેટલી દિવ્ય ચેતનાઓ આવી છે. ભગવાન બુધ્ધ, મહાવીર અને જય પ્રકાશ નારાયણની ભૂમિ બિહાર છે. બિહાર રાજયના ઉપમુખ્યમંત્રીશ્રી વિજય સિન્હાજી આવ્યા તેમણે પોતાનો મનોભાવ વ્યકત કર્યો, આ પ્રદેશમાં જે કામો થયા છે એની વાત કરી એ માટે મારો રાજીપો વ્યકત કરૂ છું અને હું હંમેશા કહેતો રહ્યું છું કે વ્યાસપીઠને લગતી કોઇપણ સેવા હોય તો અમને કહેજો. રાજસભા અને ધર્મસભાએ લોકો સુધી પહોંચવું જરુરી છે. છેવાડાના માણસ સુધી જવું જોઇએ.

માનસ એ માત્ર મહાકાવ્ય નથી પણ એ વૈશ્વિક મહામંત્ર છે. વાલ્મિકી રામાયણનું રામાયણ નામ નારદે રાખ્યું છે. જયારે રામચરિત માનસ નામ શંકરે-મહાદેવે રાખ્યું છે. માનસના સાતેય સોપાનમાં રામપ્રભુ બિહારી (વિહારી) છે. અમે તો કથાના પ્રારંભથી જ રામનું બિહારી સ્વરૂપ ગાઇએ છીએ.

મંગલ ભવન અમંગ હારી

દૂવહુ સો દશરથ અજીર બિહારી

 

બાલકાંડમાં રામ દશરથના પ્રાંગણ બિહારી છે. અયોધ્યા કાંડમાં એ ચિત્રકૂટ બિહારી છે. અરણ્યકાંડના રામ આશ્રમ બિહારી છે. કિષ્કીન્દ્રા કાંડમાં રામ વ્રત વિહારી છે. સુંદરકાંડમાં હનુમંત બિહારી છે. હનુમાનજીના મન-હૃદયમાં વિહાર કરીને સર્વ લીલાઓ પ્રભુરામ દ્વારા થા છે. લંકાકાંડમાં શ્રી રામ યુધ્ધ વિહારી છે. યુધ્ધ એટલે સંહાર નહીં પણ તારનાર કેમ કે નારદ અને મહાદેવ પોતે આ રામ-રાવણનું યુધ્ધ જોવા માટે આવે છે. એટલે લંકાકાંડમાં રામનું યુધ્ધ વિહારી સ્વરૂપ છે તો ઉત્તરકાંડમાં પ્રભુરામ અવધબિહારી છે. આ રીતે તલગાજરડીય દ્રષ્ટિએ રામ વિશેષરૂપમાં બિહારી રામ છે.

ગઇકાલે રવિવારે કથાના બીજા દિવસનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં બાપુએ કહ્યું હતું કે કેટલીક જિજ્ઞાસાઓ પૂછાય છે. માત્ર સમજ અને સમય પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. એક શ્રોતા પૂછે છે કે પ્રેમ નિર્ગુણ છે અને પ્યાર સગુણ છે તો પત્નીને પ્રેમ આપવો કે પ્યાર આપવો જોઇએ! જવાબ : પત્નીને આદર આપવા જોઇએ- સગુણ-નિર્ગુણની વાત બહુ અઘરી છે, પણ પત્નીને આદર આપો. બીજો પ્રશ્ન છે: સરસ્વતિ કૃપા કે લક્ષ્મીકૃપા આ બંનેમાંથી કઇ કૃપા શ્રેષ્ઠ- જવાબ : ગુરૂકૃપા શ્રેષ્ઠ અન્ય એક પ્રશ્ન: શું બુધ્ધ પુરૂષ કે ગુરૂ સાથેના સંબંધોમાં પણ પ્રામાણિક અંતર રાખવું જોઇએ? જવાબ : દરેક સંબંધ તત્વતા બંધન જ છે! દરેક સાથે પ્રામાણિક અંતર રાખવું જોઇએ. ખૂબ નજીક જવાથી સમસ્યાઓ આવે છે માટે કોઇપણ સંબંધમાં પ્રામાણિક અંતર રાખવું જોઇએ.

કથાએ પંચાગ્નિ છે એ પંચઅગ્નિ એટલે (૧) વિવેકનો અગ્નિ  (૨) કથા એ યોગ નહીં વિયોગાગ્નિ છે. કથા વિરહ પેદા કરે છે માટે કથા એ વિરહાગ્નિ છે. (3) હનુમાનજી હનુમંતતત્વ અગ્નિ છે. (૪) ગુરૂ સ્વયં અગ્નિ છે. ગુરૂ સાક્ષાત યજ્ઞપુરૂષ છે, યજ્ઞ છે ત્યાં અગ્નિ છે અને (પ) જ્ઞાનગ્નિ, જ્ઞાનનો અગ્નિ ઘણી વખત જ્ઞાન પણ ભારરૂપ છે એવું જ્ઞાન અગ્નિમાં સ્વાહા થવું જોઇએ. હું મોટે ભાગે યજ્ઞકુંડ પાસે બેસું છું. ગત કથા (તિરૂપતિ)માં હું જતો રહ્યો, યજ્ઞકુંડ પાસે ન આવ્યો તો પછી યજ્ઞકુંડ પાસે રહેલા કેટલાક ગ્રંથો, તણખો ગ્યો હશે અને બળી ગયાં! મને થયું આ જ્ઞાનાગ્નિમાં જ્ઞાનગ્રંથો ખાખ થઇ ગયાં! આવું પણ બને! એક વખત વિદેશની કથામાં અમારા ગ્રંથો, પોથીજી વગેરેની એક બેગ કોઇ લઇ ગયું! આખ્ખી બેગ જ ચોરાઇ ગઇ! તો બાપ, કથા પંચાગ્નિ છે. કથામાં પાંચ પ્રકારના અગ્નિ છે. ઘણા તપસ્વીઓ પંચાગ્નિનો ધૃણો કરે છે.

 

કથામૃત

(૧) દરેક નગરમાં આ પાંચ શાળા હોવી જોઇએ (૧) સંસ્કૃત પાઠશાળા, (૨) ભોજન શાળા (3) ગૌશાળા (૪) વ્યાયામશાળા (૫) ધર્મશાળા

(૨) સમગ્ર પ્રકૃતિ પુરૂષ પ્રધાન નથી સ્ત્રીપ્રધાન છે

(3) મોટા ભાગના આપણા શાસ્ત્રો એ માતૃસ્વરૂપ છે

(૪) દરેક સંબંધ તત્વત: બંધન છે

(૫) વિષય પરિસ્થિતિ એ જ વિષ (ઝેર) છે, રામનામથી વિશ્રામ મળશે.

You Might Also Like

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરધારમાં 10 વર્ષની બાળકીને લાલચ આપી ઓરડીમાં લઈ જઈ  દુષ્કર્મનો પ્રયાસ
રાજકોટ

સરધારમાં 10 વર્ષની બાળકીને લાલચ આપી ઓરડીમાં લઈ જઈ  દુષ્કર્મનો પ્રયાસ

Editor By Editor 6 days ago
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
ઉનાના પીલુડી વનમાં રચાયો પ્રકૃતિનો અલૌકિક ‘નાગ-પ્રણય’ ઉત્સવ 
લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?