પ્રણવાનંદ ભવન ખાતે રવિવારે યોજાશે કંઠસ્થ સંસ્કૃત સુભાષિત સુલેખન સ્પર્ધા
ગુરૂપૂર્ણિમાની સાંસ્કૃતિક રીતે ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજન શાસ્ત્રી ભાગવતાચાર્ય નવીનચંદ્ર દવેના યજમાન પદે વિરલભાઈ અને સિદ્ધાર્થભાઈ મહેતા કુટુંબ હતું. અર્પિતભાઈ તથા હિમાંશુભાઈ ઘોડાએ સુંદર ભજન રજૂ કર્યું. પ્રાધ્યાપક ડોક્ટર પારુલબેન મહેતા એ સંસ્કૃત સાહિત્યમાં ગુરુ શિષ્ય પરંપરા એ વિશે સરળ ભાષામાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપ્યું એમણે જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ આદર્શ ગુરુ છે અને અર્જુન એનો આદર્શ સહિયત આ કાર્યક્રમમાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ પ્રાધ્યાપક ડોક્ટર મિહિરભાઈ જોશી સિનિયર એડવોકેટ હિંમતભાઈ લાબડીયા ચેતનભાઇ જાની સંસ્કૃત ભારતીના પ્રમુખ વિઠ્ઠલભાઈ વાગડિયા મંત્રી પંકજભાઈ પાંચાણી નમ્રતાબેન નેરલેકર હીનાબેન સોનગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિજ્ઞાન કેન્દ્રના અવિનાશભાઈ વ્યાસ ભાગવત આચાર્ય નિશિતભાઈ ઉપાધ્યાય શશિકાંતભાઈ અધવર્યું પરિવાર ભારતીબેન પંડ્યા નયનાબેન જોષીપુરા ઝંખનાબેન ઘોડા વગેરે સંસ્કૃત પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો.
એડવોકેટ કૌશિકભાઇ છાયાએ જણાવ્યું કે આજે જેમ સૌ પધાર્યા છો એમ જ તારીખ ૨ ઓગસ્ટ ના રોજ સાંજે ૫:૦૦ વાગે કંઠસ્થ સંસ્કૃત સુભાષિત સુલેખન સ્પર્ધા પ્રણવાનંદ સંસ્કૃત ભવન રેસકોસ ખાતે યોજેલ છે જેમાં પધારી બાળકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી સ્પર્ધામાં આશરે સો જેટલા ૨૫ શાળા / કોલેજ/ યુનિવર્સિટી નાપસંદગી પામેલા છાત્રો ભાગ લેશે જેમને પ્રમાણપત્ર બોલપેન વિગેરે આપવામાં આવશે.


