By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: DGFT જોઇન્ટ ડિરેક્ટરના મોતનો ત્રણ વર્ષ બાદ નવો વળાંક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

DGFT જોઇન્ટ ડિરેક્ટરના મોતનો ત્રણ વર્ષ બાદ નવો વળાંક

Editor
Last updated: 2026/10/30 at 4:16 PM
15 minutes ago
Share
DGFT જોઇન્ટ ડિરેક્ટરના મોતનો ત્રણ વર્ષ બાદ નવો વળાંક
SHARE

બનાવ અકસ્માતનો નહીં, હત્યાની આશંકાએ ગુનો નોંધાયો

DGFT જોઇન્ટ ડિરેક્ટરના મોતનો ત્રણ વર્ષ બાદ નવો વળાંક

પોલીસ કસ્ટડી દરમિયાન માનસિક અને શારીરિક ત્રાસ આપી ઓફિસની બારીમાંથી ધક્કો મારી દેવાયાની પત્નીની શંકા

પરિવારને ધમકીઓ આપ્યાનો પણ આક્ષેપ, હાઇકોર્ટના આદેશ બાદ CID ક્રાઇમે હત્યાની કલમો હેઠળ તપાસ શરૂ કરી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ત્રણ વર્ષ પહેલાં ડી.જી.એફ.ટી. (ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ)ના જોઇન્ટ ડિરેક્ટર જવરીમલ બિશ્નોઇના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતનો મામલો હવે નવો વળાંક લેતાં ચકચાર મચી છે. પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની સામે આવેલી સરકારી ઓફિસની બારીમાંથી નીચે પટકાતાં તેમનું મોત થયું હોવાનું તે સમયે સામે આવ્યું હતું. જોકે, આ ઘટના અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા સાથે તેમની પત્નીએ હવે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પતિને પોલીસ કસ્ટડી દરમિયાન માનસિક અને શારીરિક ત્રાસ આપીને બારીમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાઇકોર્ટના આદેશ બાદ CID ક્રાઇમે અજાણ્યા શખ્સો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરતાં ત્રણ વર્ષ જૂની ઘટનામાં નવેસરથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ખાજુવાલા ગામનાં રહેવાસી અને મૃતક જવરીમલ બિશ્નોઇનાં પત્ની સુમનબેન (ઉ.વ.48)એ CID ક્રાઇમ રાજકોટ ઝોનમાં નોંધાવેલી ફરિયાદમાં અજાણ્યા શખ્સો સામે શંકા વ્યક્ત કરી છે. ફરિયાદ મુજબ, તેમના પતિ મે-2022થી રાજકોટની ડી.જી.એફ.ટી. કચેરીમાં જોઇન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે રૈયા હીલ વિસ્તારમાં આવેલા સોપાન લક્ઝુરિયા ફ્લેટમાં ભાડેથી રહેતા હતા. 24 માર્ચ, 2023ના રોજ તેઓ નિયમિત રીતે નોકરીએ ગયા હતા. બપોરે ઘરે જમવા આવ્યા બાદ ફરી ઓફિસે જવા નીકળ્યા ત્યારે પુત્ર આદિત્ય તેમને ઓફિસે મૂકીને કોલેજ ગયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, એ જ દિવસે સાંજે પાંચ વાગ્યાના અરસામાં સુમનબેન અને તેમની પુત્રી આરઝુ ઘરે હતાં ત્યારે દરવાજાની ડોરબેલ વાગી હતી. સેફ્ટી ડોરમાંથી જોતા ત્રણથી ચાર વ્યક્તિઓએ પોતે CBIના અધિકારીઓ હોવાનું જણાવી દરવાજો ખોલવા કહ્યું હતું. જોકે, સુમનબેને ઓળખપત્ર અને સર્ચ વોરંટ બતાવવાની માગણી કરતાં આ લોકોએ દસ્તાવેજો બતાવવાનો ઇનકાર કર્યો હતો. ઘરમાં માત્ર બે મહિલાઓ હોવાથી તેમણે દરવાજો ખોલ્યો નહોતો. આ દરમિયાન પતિને વારંવાર ફોન કર્યા છતાં ફોન ઉપાડવામાં આવ્યો નહોતો અને બાદમાં સ્વિચ ઓફ થઈ ગયો હતો.
સાંજે પુત્ર આદિત્ય ઘરે પહોંચ્યો ત્યારે તેની સાથે પણ ત્રણથી ચાર વ્યક્તિઓ આવ્યા હતા. તેમણે પણ પોતે CBIના માણસો હોવાનું જણાવી જવરીમલ બિશ્નોઇની અટકાયત કરીને અમદાવાદ લઈ ગયા હોવાનું કહ્યું હતું. ઘરની તપાસ કરવાની હોવાથી દરવાજો ખોલવા દબાણ કરવામાં આવ્યું હતું. પુત્રએ ફેમિલી એડવોકેટ અભિજિત મિશ્રાનો સંપર્ક કરી અધિકારીઓ સાથે વાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લોકોએ વકીલ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. દરવાજો નહીં ખોલવામાં આવે તો બળજબરીથી ખોલવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આગળ ફરિયાદમાં એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘરની તપાસ દરમિયાન આદિત્યએ પોતાના મોબાઇલમાં વોઇસ રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. તે સમયે હાજર વ્યક્તિઓએ જવરીમલની ઓફિસમાંથી ડ્રગ્સ અને ગાંજો મળી આવ્યો હોવાનું કહી તેમને કેસમાં ફસાવી આખી જિંદગી જેલમાં રાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પરિવારની સહી નહીં કરવામાં આવે તો પુત્ર 18 વર્ષનો થાય ત્યારે તેને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સવારે સાડા નવ વાગ્યા સુધી તપાસ કર્યા બાદ સહી કરાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સુમનબેને સહી કરવાની ના પાડી હતી. ત્યારબાદ જતા સમયે પતિનો ચહેરો ફરી ક્યારેય જોવા નહીં મળે અને પરિવારને પણ જેલમાં મોકલી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ લોકો પોતાની સાથે લાવેલું વાદળી રંગનું બેગ લઈ ગયા હતા, જ્યારે ઘરમાંથી અન્ય કોઈ વસ્તુ લઈ ગયા નહોતા.
બીજા દિવસે એટલે કે 25 માર્ચ, 2023ના રોજ સવારે આશરે સવા દસ વાગ્યે સોશિયલ મીડિયા મારફતે સુમનબેનને જાણ થઈ હતી કે તેમના પતિ સામે ACBનો કેસ નોંધાયો છે અને તેઓ ઓફિસની બારીમાંથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળતાં પરિવારજનો રાજકોટ આવવા નીકળ્યા હતા. સાંજે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જવરીમલ બિશ્નોઇનું મોત થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમનું પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું હતું. બીજા દિવસે મૃતદેહનો કબજો મેળવી પરિવાર બિકાનેર ગયો હતો અને 27 માર્ચે અંતિમવિધિ કરવામાં આવી હતી. પતિના મોત બાદ સુમનબેને આ સમગ્ર ઘટનાની તપાસ અને ગુનો નોંધાવવા માટે કાનૂની લડત શરૂ કરી હતી. આ મામલે તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે 28 સપ્ટેમ્બર, 2026ના રોજ આપેલા ચુકાદામાં ગુનો નોંધવા CID ક્રાઇમને આદેશ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદી અને તેમના પુત્રએ સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. અંતે માતા-પુત્ર રાજકોટ ઝોન CID ક્રાઇમ કચેરીએ પહોંચતાં તેમની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદમાં સુમનબેને સ્પષ્ટ શંકા વ્યક્ત કરી છે કે તેમના પતિને પોલીસ કસ્ટડી દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. કસ્ટડીમાં તેમની યોગ્ય સંભાળ રાખવામાં આવી નહોતી તેમજ પતિ, પુત્ર અને પોતાને ધાકધમકી આપવામાં આવી હતી. આ સંજોગોમાં પતિનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની અને ઘટના બાદની તપાસમાં પણ ચેડાં કરવામાં આવ્યાં હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે. જોકે, આ તમામ બાબતો હાલ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અને શંકા આધારિત છે. CID ક્રાઇમના પીઆઇ એમ.એસ. ગોહિલ અને તેમની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે ત્રણ વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં ખરેખર શું બન્યું હતું અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

You Might Also Like

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર
ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

Editor By Editor 6 minutes ago
પ્રાચીન ગરબી મહોત્સવમાં ૨૨૦ બાળાઓએ રાસની રમઝટ બોલાવી
સાધુવાસવાણી રોડ પર સ્પામાં ઘૂસી બે શખ્સોએ છરી બતાવી મચાવ્યો આતંક
 ગીર-સોમનાથ જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાનો જન્મદિવસ
 દિવાળીમાં સહેલાણીઓ સફેદ રણનો નજારો જોઇ શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?