સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ
આરોગ્ય વિભાગ દ્વારા દરોડા : બેકરી પ્રોડકટ સહિત ૧૬૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ પર આવેલ “સોમનાથ બેકરી” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. ખુલ્લામાં બ્રેડ, બર્ગર તથા અન્ય બેકરી પ્રોડક્ટ, પીઝા બેઇઝ કુલ મળીને અંદાજિત 160 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.
યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ પર આવેલ “ધ્વીતી એન્ટરપ્રાઇઝ” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર પેઢીમાં ડેમેજ/રિટર્ન થયેલ/ એક્સપાયરી થયેલ જથ્થા ઉપર યોગ્ય પ્રકારે આઇસોલેશન તથા લેબલિંગ કરેલ ન હોય પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.


