સદભાવના સમિતિ મુસ્લીમો દ્વારા અષાઢી બીજ રથયાત્રાનું સ્વાગત
કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડયુ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ફુલછાબ ચોક, સદર બજાર, ગનીબાપુના નિવાસ્થાને મુસ્લિમો દ્વારા અષાઢી બીજની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી ફુલડે વધાવવામાં આવી હતી. આ પ્રસંગે અષાઢી બીજ તથા નાગબાઈ મા માતાજી તથા કચ્છી લોકોના નવા વર્ષ નિમિતે ભલી શુભેચ્છાઓ પાઠવી હિન્દુ-મુસ્લીમ એકતાની અનેરી મીશાલ પુરી પાડી હતી.
વિતેલા વર્ષોના મુસ્લીમ અગ્રણી મર્હુમ ગનીબાપુ કટારીયા દ્વારા દરેક રથયાત્રા અને શોભાયાત્રાનું સન્માન સ્વાગત કરવામાં આવતુ હતું. જે ચિલો આજે પણ તેના સુપુત્ર હબીબભાઈ ગનીબાપુ કટારીયા દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે.
આ તકે કાયદો અને વ્યવસ્થાની સુંદર જાળવણી બદલ પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા તથા ડીસીપી ઝોન-૧ હેતલબેન પટેલ, ઝોન-૨ રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ બંગરવા તથા ટ્રાફીક ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજા, એસીપી વી. બી. જાડેજા, એસીપી એમ. એમ. લાલીવાલા, એસીપી ચૌધરી, પીઆઈ ભગોડા, પ્ર.નગર પી.આઈ. એમ. ડી. મકવાણા તથા સીઆઈડી પી.આઈ. બારોટ તથા પીસીબી પી.આઈ. મેહુલ ગોંડલીયાના સન્માન સાથે આભાર વ્યકત કરવામાં આવેલ અને મહંત ગુરૂ રામમોહનદાસજી મહારાજનું પુષ્પહારથી સન્માન કરવામાં આવેલ તથા રથયાત્રાના સંચાલકોનું સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે હબીબભાઈ ગનીબાપુ કટારીયા, શિક્ષણ સમિતિ સદસ્ય ફારૂકભાઈ બાવાણી, સબ્બીર કુહાડીયા, અમીનભાઈ મીરા, હનીફભાઈ મલેક, દિલીપભાઈ પોપટ, યુનુસભાઈ કટારીયા, ઈકબાલભાઈ ચૌહાણ, રફીકભાઈ કાજી, આબીદભાઈ શેખ, મોહસીનબાપુ કાદરી, નરેશભાઈ મકવાણા, આસીફભાઈ ખોખર, સોયબભાઈ સોદાગર, યુસુફભાઈ કટારીયા, કેતનભાઈ બોરીસાગર, વિગેરેએ હાજર રહી હિન્દુ-મુસ્લીમ એકતામાં પોતાનો સુર પાઠવેલ હતો તેમ હબીબભાઈ કટારીયા તથા હાજી ફારૂકભાઈ બાવાણીની સંયુક્ત યાદી જણાવે છે.


