By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કુદરતી આફત વચ્ચે કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેંચાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કુદરતી આફત વચ્ચે કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેંચાણ

Editor
Last updated: 2026/06/13 at 4:05 PM
3 hours ago
Share
કુદરતી આફત વચ્ચે કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેંચાણ
SHARE

કુદરતી આફત વચ્ચે કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેંચાણ

બે મહિનામાં તાલાલા યાર્ડમાં ૯.૧૨ લાખ બોકસનું વેંચાણ, ખેડૂતોને રૂ.૨૦૦ કરોડથી વધુની આવક : માવઠા વચ્ચે ઉત્પાદન પણ વધ્યું

 

અગ્ર ગુજરાત, તાલાલા

ગીર પંથકની વૈશ્વિક ઓળખ અને ગૌરવ સમાન સ્વાદિષ્ટ કેસર કેરીની ચાલુ વર્ષની સીઝન સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ માટે અત્યંત આશીર્વાદરૂપ અને આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ રહી છે. કુદરતની મહેરબાની અને સાનુકૂળ હવામાનને કારણે આ વર્ષે તાલાલા પંથકમાં કેસર કેરીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન અને વેચાણ નોંધાયું છે, જેણે ગીર વિસ્તારની આર્થિક રોનક બદલી નાખી છે.

તાલાલાના પ્રખ્યાત સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સીઝનના માત્ર 55 દિવસમાં જ 10 કિલોગ્રામ વજન ધરાવતા ૯ લાખ ૧૨ હજારથી વધુ બોક્સ વેચાણ માટે આવી ચૂક્યા છે. ગત વર્ષની સરખામણી કરીએ તો, ગયા વર્ષે 44 દિવસની સીઝનમાં માત્ર 4.49 લાખ બોક્સની આવક નોંધાઈ હતી. આમ, ગત વર્ષના મુકાબલે આ વર્ષે માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક બમણાથી પણ વધુ નોંધાઈ છે.

માર્કેટિંગ યાર્ડમાં થતી સત્તાવાર આવક ઉપરાંત, આ વર્ષે ગીરમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. યાર્ડમાં જે કેરી વેચાણ માટે આવે છે, તેના કરતાં અંદાજે ત્રણ ગણી વધુ કેરીનું સીધું વેચાણ ખેડૂતોએ પોતાના ખેતરો અને વાડીઓમાંથી જ સીધું ગ્રાહકો કે વેપારીઓને કર્યું છે. આ ડાયરેક્ટ માર્કેટિંગના પરિણામે તાલાલા પંથકના કેરી ઉત્પાદક ખેડૂતોને આ વર્ષે માત્ર કેરીના પાકમાંથી જ અંદાજે 200 કરોડ જેટલી મબલખ આવક થઈ હોવાનું અનુમાન છે.

ચાલુ વર્ષે કેસર કેરીની સિઝન પૂરબહારમાં ખીલી હતી અને સૌથી મોટી રાહત એ રહી કે સીઝન દરમિયાન કમોસમી વરસાદ જેવું કોઈ મોટું વિઘ્ન નડ્યું નહોતું. આ કારણે કેરીનો પાક ઝાડ પર જ ખૂબ સારી રીતે સચવાઈ ગયો હતો. વળી, એપ્રિલ મહિનામાં પડેલા આકરા તાપના કારણે કેરીની ગુણવત્તા (ક્વોલિટી) અને મીઠાશમાં નોંધપાત્ર સુધારો થયો હતો, જેના કારણે ગ્રાહકોને આ વર્ષે અસલ ગીરની કેસર કેરીનો પૌષ્ટિક સ્વાદ મનભરીને માણવા મળ્યો છે.

કેસર કેરીની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને લોકપ્રિયતાને કારણે માત્ર તાજા ફળ તરીકે જ નહીં, પરંતુ પ્રોસેસ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ભારે ડિમાન્ડ રહી છે. કેરીમાંથી આઈસ્ક્રીમ, મેંગો પલ્પ , જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ બનાવતી મોટી પ્રોડક્ટ કંપનીઓ માટે વિવિધ કેનિંગ પ્લાન્ટો દ્વારા તાલાલા યાર્ડમાંથી મોટા પાયે કેરીની બલ્ક ખરીદી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો અને ઇજારદારો બંનેને ધાર્યા કરતાં વધુ અને સંતોષકારક ભાવો મળ્યા છે.

 

૧૫૦ ટન કેરીનું એકસપોર્ટ

સ્થાનિક બજારોમાં સારા ભાવો મળવાની સાથે આ વર્ષે કેસર કેરીની વિદેશી માંગમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. તાલાલા યાર્ડ સંચાલિત સરકારી પેક હાઉસ મારફતે ગત વર્ષે આશરે 92 ટન કેરી વિવિધ દેશોમાં મોકલવામાં આવી હતી. જેની સામે ચાલુ સિઝનમાં આ આંકડો વધીને 150 ટન સુધી પહોંચી ગયો છે.

પેક હાઉસના સંચાલક અને દેવ કૃપા એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર દીપકભાઈ ચાંદેગરાના જણાવ્યા મુજબ, ચાલુ સિઝનમાં અમેરિકા, યુરોપ, ગલ્ફ દેશો અને કેનેડા સહિતના દેશોમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની નિકાસ થઈ રહી છે. એક્સપોર્ટનું કામકાજ હજુ પણ ચાલુ છે અને આગામી ૨૫મી જૂન સુધીના નિકાસ ઓર્ડરો પૂર્ણ કરવા માટે કેરી વિદેશ મોકલવાની કામગીરી અવિરત ચાલુ રહેશે.

You Might Also Like

જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ

હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા

સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ

શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું

ગીર સોમનાથમાં રૂ. 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત
ગુજરાત

જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત

Editor By Editor 1 day ago
સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહુવાના કળમોદરમાં નવા ચેકડેમનું કાર્ય શરૂ
ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?