સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા વ્યાંગો માટે ત્રિ–દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાશે
તા.૧ થી 3 ઓગષ્ટ સુધી સંસ્થાઓ દ્વારા આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
સાસ્કૃતિક,સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને રાજ રાજેશ્વર ગુરૂ ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (લંડન) રાજ રાજેશ્વર ગુરૂ જી અને કમાણી ફાઉન્ડેશનનાં સયુંકત ઉપક્રમે તા.૧/૦૮/૨૦૨૬ થી ૩/૦૮/૨૦૨૬ ના રોજ આ જયપુર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધારકાર્ડ અને ડોક્ટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના
જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને કૃત્રિમ
વિનામૂલ્યે પગ બેસાડવામાં આવે છે આ કેમ્પ
તા. ૧/૦૮/૨૦૨૬ થી તા. ૩/૦૮/૨૦૨૬ સુધી
ઓગસ્ટ માસ નાં રોજ યોજાશે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોને તા ૦૧/૦૮/૨૬ શનિવાર ના રોજ સવારે ૮/૦૦ કલાકે ખાસ સરગમભવન,જામટાવરરોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ફોન નં.૦૨૮૧–૨૪૫૭૧૬૮ ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે. અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઈ તેઓએ પણ તા.૧/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૮/૦૦ ખાસ ઉપસ્થિત રહેવું. આ કેમ્પમાં અમોને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (લંડન) રાજ રાજેશ્વર ગુરૂજી મુખ્ય સહયોગ નો સહયોગ મળેલ છે. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ અને રાજ રાજેશ્વર ગુરૂજી તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણી જહેમત ઉઠાવે રહ્યા છે.


