ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગાંધીનગર રેલીમાં ઉમટી પડવા આહવાન
ખેડૂતોના વિવિધ એસોસિએશન દ્વારા આંદોલનમાં જોડાવા અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ખેડુતોની મંજુરી વગર વીજ ટાવરો ઉભા કરતી પાવર ગ્રેડ,અદાણી, અંબાણી વિગેરે કંપનીઓ ખુલ્લી દાદાગીરી, ધાકધમકી અને પોલીસ તંત્રનો નાણાના જોરે ઉપયોગ કરી ખેડુતોને દબાવે છે તેના વિરોધમા સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના કોઢં વિગેરે ગામોના ખેડુતો “” કિસાન અધિકાર યાત્રા “”ટ્રેક્ટર રેલી દ્વારા યોજશે તેમાં ભાવનગર જીલ્લામાં વીજ ટાવરો, પવનચક્કીઓ,સોલાર પેનલો વિગેરે કંપનીઓના ભાડુતી ગુંડાની યાતનાઓથી પીડીત ઘોઘા,શીહોર,તળાજા, મહુવા,જેસર વિગેરે તાલુકાના ખેડુતોને હાજરી આપવા વિનંતી તેમજ આ કિસાન અધિકાર યાત્રામા ખેડુતોની એકજ માગ રહેશે કે અંગ્રેજો સમયનો ૧૮૮૫ નો વીજ ટેલીગ્રામ કાયદો કાયમી રદ કરો અને ખેડુતોના હિતમાં નવો વીજ અધિનીયમ કાયદો સરકાર મંજુર કરે, તેમજ કચ્છ,મોરબી, જામનગર જિલ્લાના ખેડુતો તા.૧૩/૬/૨૦૨૬ ને શનીવારથી પ્રયાણ કરશે અને રાજકોટ રાત્રી રોકાણ કરી તા.૧૫/૬/૨૦૨૬ ને સોમવારે સવારે (૧૦) વાગ્યે અમદાવાદ શાન્તિપુરા સર્કલ ૧૧૧૧ (એક હજાર એક સૌ અને અગીયાર) થી વધારે ટ્રેક્ટરો અને વીસક હજાર ખેડુતો તા.૧૫/૬/૨૦૨૬ ને સોમવારે બપોરે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમા ધામા નાખશે.
(૧)સરકાર ખેતી નીતી બનાવે (૨) સરકાર ખેતી આયોગ બનાવે (૩) સરકાર ખેતી પંચ નીમે (૪) સરકાર બજેટની ૫૦ % ટકા રકમ ખેતી માટે ફાળવે (૫) સરકાર ખેતી ઉપયોગી ગૃહ ઉદ્યોગોનુ નીર્માણ કરે (૬) સરકાર સ્વામિનાથન કમીટીની ભલામણ પ્રમાણે સી ટુ પ્લસ ખેતપેદાશોના ભાવ આપે અને ભાવ નીયત્રણનુ બોર્ડ બેસે ત્યારે સરકાર તેના માનીતા એક ખેડુત સંગઠનના નેતાને હાજર રાખી કુલડીમાં ગોળ ભાગે છે તે બંધ કરો તેમજ સરકાર ખેડુતોને અધધધ કહી સહાય આપે છે છતાં ખેડુતો દીન પ્રતિદીન પાયમાલ કેમ તેનું સરકાર મંથન કરે તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત, ખેડુત એશોસનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ઝાલા સુરેન્દ્રનગર, ગજેન્દ્રસિંહ ઝાલા ખેરવા, નાગજીભાઈ પટેલ રાજકોટ, પ્રવિણભાઇ પઠારીયા કાલાવડ,રામદેવસિહ જાડેજા જીલ્લા પ્રમુખ ખેડુત એકતા મંચ જામનગર નીકુજસિહ ઝાલા ભાવનગર વિગેરે આગેવાનો જણાવી રહ્યા છે


