સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજીત ‘સનાતન સેતુ હનુમંત કથા’ ની તૈયારીઓ પૂર્ણ
ભવ્ય સ્ટેજ, સમગ્ર ગ્રાઉન્ડમાં ૨૪ ખંડમાં વિભાજીત બેઠક વ્યવસ્થા, (ગંગા, યમુના સરસ્વતી, ગોદાવરી,) પવિત્રના નદીઓના નામ ઉપર ખંડના નામ આપવામાં આવ્યા છે, વિશાળ એલીડી સ્ક્રીન, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, અધ્યતન સીસી ટીવી કેમેરા તેમજ વીમા કવચ સાથે વ્યવસ્થા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આગામી તા.૫-૬-૭ ને શુક્રવાર ,શનિવાર અને રવિવાર જુન માસમાં ત્રિદિવસીય ‘સનાતન સેતુ હનુમંત કથા’નું ભવ્ય અને દિવ્ય આયોજન રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે કરવામાં આવેલ છે, બીજા દિવસે બાબાનો દિવ્ય દરબાર ભરાશે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ના મુખ્ય આયોજક સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ શ્રીકિશોરભાઈ ખંભાયતા,(ડુનેક્ષ) આશિષભાઈ શુક્લ, રાજેશભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા ,વિજયભાઈ પારખીયા વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આજરોજ મેદાન ખાતે આપેલ હતી.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે આયોજિત બાબા બાગેશ્વર ધામ દ્વારા સનાતન સેતુ હનુમત કથામા ગ્રાઉન્ડની બેઠક માટે વિશેષમાં જણાવે છે કે રેસકોસ ગ્રાઉન્ડમા યોજાતી કથામાં વિશાળ ટોટલ ગ્રાઉન્ડ બેઠક વ્યવસ્થા ૨૪ ખંડમાં વિભાજિત કરેલ છે. ગંગા, યમુના, સરસ્વતી, અને ગોદાવરી પવિત્ર નદીઓના નામ ઉપર ખંડના નામ આપવામાં આવેલ છે, એક ખંડમાં ભારતીય બેઠક પ્રમાણે ૧૮૦૦ લોકોનો સમાવેશ થઈ શકે એક સાથે ૬૦ હજાર ધર્મપ્રેમી જનતા બેસી શકે તેવી અદ્યતન વ્યવસ્થા કરવામાં આવેલ છે, અને વધુ સંખ્યા થશે તો વિશાળ એલઈડીની પણ અત્યંત આધુનિક વ્યવસ્થા કરવામાં આવેલ છે,તેવી સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ભવ્ય સ્ટેજ,વિશાળ એલીડી, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, અધ્યતન સીસી કેમેરા તેમજ વીમા કવચથી સજ્જ સુંદર વ્યવસ્થા કરાઇ છે. ૧૩૦ફુટ × ૪૫ ફુટનું ભવ્ય આકર્ષક સ્ટેજ,તેમજ ૬ વિશાળ LED સ્ક્રીન, એક લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ, અધ્યતન સીસીટીવી કેમેરા તેમજ સંપૂર્ણ વીમો લેવામાં આવેલ છે. પાણીની વ્યવસ્થા, ૨૪ લાઇટિંગ ટાવર સાથે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરેલ છે. રેસકોસ ગ્રાઉન્ડમાં ૨ પરમેનેન્ટ યુરીનલ સાથે બીજા ૪ ટેમ્પરરી યુરીનલ ની વ્યવસ્થા કરેલ છે. તેમજ સંપૂર્ણ વીમા કવચ લેવામાં આવેલ છે.
બાગેશ્વરધામ સરકાર શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીની ‘સનાતન સેતુ હનુમત કથા’માં સમગ્ર ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવુ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ વતી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પ્રવેશ દ્વારા
રેસકોર્સ રીંગરોડ પર આવેલા ફન વર્લ્ડ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ગેટ નંબર ૧ અને ૨ જાહેર જનતા માટે, પોલીસ હેડ ક્વાર્ટર પાસે ગેટ નંબર -૩ સાધુ-સંતો,યજમાન પરિવાર અને આમંત્રિત મહેમાનો માટે, મહિલા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગેટ નંબર – ૪ પ્રોટોકોલ માટે, એરપોર્ટ ગેટ નંબર – ૫ અને બાલભવન ગેટ નંબર – ૬ જાહેર જનતા માટે પ્રવેશની વ્યવસ્થા કરેલ છે.
પાર્કિંગ માટેની વ્યવસ્થા
પાર્કિંગ માટે ભક્તોને અગવડ ન પડે તે માટે ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ગ્રાઉન્ડ નું આયોજન કરવામાં આવેલ છે.
બાબા બાગેશ્વર ધામમાં આવતીકાલે યોજાશે ઓનલાઇન હનુમાન ચાલીસા હવન
ઘરે બેઠા જ ભકતોને હવનમાં આહુતિ આપવા આયોજકોનું સૂચન
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ ના મુખ્ય આયોજક સમિતિના અધ્યક્ષ જાણીતા ઉદ્યોગપતિ શ્રીકિશોરભાઈ ખંભાયતા ( ડુનેક્સ ) , રાજેશભાઈ પીલાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ; દિનેશભાઈ આડેસરા વિજયભાઈ પારખીયા વિશેષ માહિતી આપતા જણાવે છે કે, આગામી તારીખ ૦૪ જૂન ૨૦૨૬ના રોજ પૂજ્ય બાગેશ્વર ધામ સરકાર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી) ની પાવન નિશ્રામાં અને બાગેશ્વર ધામ પીઠ ખાતે એક અત્યંત દિવ્ય અને ભવ્ય “ઓનલાઈન હનુમાન ચાલીસા હવન”નું મંગલ આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યા અનુસાર, આ હવનનો મુખ્ય ઉદ્દેશ્ય હનુમાન જી ની કૃપા પ્રાપ્તિ, માનસિક શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સર્વ કલ્યાણનો છે. આ દિવ્ય મહોત્સવમાં દેશ-વિદેશના તમામ *ભક્તો ઘરે બેઠા ઓનલાઈન સંકલ્પ લઈને આ સામૂહિક હવનમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.* હવનની પૂર્ણાહુતિ આડે હવે માત્ર ૨ દિવસ જ બાકી રહ્યા હોય, સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને વહેલી તકે પોતાનો ઓનલાઈન સંકલ્પ પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે.
સંકટોમાંથી મુક્તિ અને કષ્ટ નિવારણ; જીવનમાં રક્ષા તેમજ સુરક્ષાની પ્રાપ્તિ; તમામ મનોકામનાઓની પૂર્તિ; ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ; માનસિક શાંતિ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ મળે છે.
આ હવનનું જીવંત પ્રસારણ (લાઇવ ટેલિકાસ્ટ) “બાગેશ્વર ધામ સરકાર” ની સત્તાવાર યુટ્યુબ ચેનલ (Bageshwar Dham Sarkar YouTube Channel) પરથી સીધું જ કરવામાં આવશે, જેથી દરેક શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠા જ આ પવિત્ર હવનના દર્શન કરી શકશે અને મંત્રોચ્ચાર સાથે આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરી શકશે. સૌરાષ્ટ્ર સનાતન સેવા સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતા તથા સમગ્ર હોદ્દેદારો વતી સૌ ધર્મપ્રેમી જનતાને ઘર ઉપર જ આ મહા-અનુષ્ઠાનમાં ઓનલાઈન માધ્યમથી જોડાઈને હનુમાન જી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


