By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી

Editor
Last updated: 2026/06/05 at 1:32 PM
4 months ago
Share
સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી
SHARE

સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી

માલવાહક ટ્રક વંટોળની થપાટથી પલટી ગયો, પેટ્રોલપંપના પતરા ઉડયા, કારના કાચ તૂટયા, ગેસના બાટલાના ગોડાઉનની દિવાલ ધરાશાઇ, ૨૦-3૦ મીટર સુધીની જ વિજીબીલીટી

તીવ્ર ગતિથી વંટોળની સાથે કરા અને વિજળીના કડાકા સાથે વરસાદ ખાબકયો : અનુભવ કરનારમાં ભયનો માહોલ

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

ચોમાસાના આગમનની શરૂઆત થઇ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે ત્યારે ગઇકાલે સાંજે રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર સાયલા નજીક ધૂળની ડમરીનો ખોફ સર્જાયો હતો અને ખતરનાક ડમરીમાં ટ્રક પલટી મારી ગયો હતો. તેમજ હોટેલ, દુકાનોના શેડના પતરા ઉડી ગયા હતા અને કેટલાક બાંધકામોને પણ નુકશાન થયું હતું.

આ ડસ્ટ ડેવિલની તીવ્રતા એટલી હતી કે પેટ્રોલપંપ-હોટલને ભારે નુકસાન થયું હતું. ગેસ સિલીન્ડરના ગોડાઉનની દીવાલને ઉખાડી નાખી હતી. 5 હજાર લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકીને ઉડાડીને ફેંકી દીધી હતી. 10-20 મીટરથી વધુ આગળનું જોઇ શકાતું નહોતું. ઘડીભર તો એવું લાગતું હતું કે કુદરત કોપાયમાન થઇ છે અને બધું હતું-નહોતું કરી નાખશે.

આ વંટોળ એટલો ભયાવહ હતો કે તેણે સાયલા પાસે ઊભેલી એક ટ્રકને ફંગોળી નાંખી હતી તો કેટલીક કારના કાચને પણ તોડી નાંખ્યાં હતા એટલું જ નહી સાયલા અને તેની આસપાસના 10થી વધુ કિલોમીટરના દાયરામાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ આફત અહીંથી અટકી નહોતી. વીજળીના કડાકા ભડાકા અને મોટા-મોટા કરાં સાથે વરસેલા ભારે વરસાદથી લોકોના જીવ પડીકે બંધાયા હતા. આસપાસના ગામડાંઓમાં આ વંટોળની ભારે ચર્ચા છે. આ ઘટનાના અલગ અલગ વીડિયો સમાચારોમાં અને સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

કાર ચાલકે જણાવ્યું હતું કે અહીં કાયદેસરનું વંટોળિયું આવ્યું હતું. આ સમયે હું મારી કાર લઇને મારી હોટલની બહાર પહોંચ્યો હતો ત્યારે મારી આંખની સામેથી જ આ વંટોળિયું પસાર થયું હતું. આ ખૂબ જ ભયાનક દૃશ્યો હતા કેમ કે અમારી બાજુમાં જે પેટ્રોલ પંપ હતો તેના પતરાં પણ ઉડાડી દીધા હતા.

વંટોળની ભયાનકતા વર્ણવતા તેમણે આગળ કહ્યું કે, હું કારમાંથી બહાર આવવાના પ્રયત્ન કરી રહ્યો હતો પણ વંટોળનું જોર એટલું હતું કે કાર સાથે ઉડાડી દે. કંઇ જ દેખાતું જ નહોતું. અમારી હોટલની 10 ફૂટ નજીકથી જ આ પસાર થયું હતું. આ દરમિયાન એક ટ્રકને પણ પલટી નાંખી હતી. અહી જે કાર પાર્ક કરેલી હતી એ પણ 20-20 ફૂટ દૂર ફંગોળાઇ ગઇ હતી. હજી આસપાસના લોકોમાં આ ઘટનાની ચર્ચા છે. જે લોકોએ આ જોયું છે તે તો ભગવાન જ ભાળી ગયા છે સમજો.

થોરિયાળી ગામના રહેવાસી કાનાભાઇ મોરી હાઇવે પર હોટલ ધરાવે છે. તેમણે પોતાની નજર સામે ટ્રકને પલટી ખાતા જોઇ હતી. તેઓ કહે છે કે, આ વંટોળ 15-20 સેકન્ડ સુધી મારી હોટલ પાસેથી પસાર થયું હતું. જેનાથી હોટલને નુકસાન થયું છે. આવા દૃશ્યો જોઇને એ સમયે હોટલમાં જે લોકો હતા તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેમને અંદર હોટલમાં મોકલી દીધા હતા.

તેમણે વધુમાં કહ્યું કે,પથ્થર ઉડીને આવતા હતા. અમૂક લોકોને પથ્થર વાગ્યા છે. પેટ્રોલ પંપ પાસે ઊભેલી ટ્રક અમારી નજર સામે પલટી મારી ગઇ હતી. વંટોળ પસાર થયા બાદ અમે ટ્રક પાસે પહોંચ્યા હતા અને ડ્રાઇવરને બચાવીને હોસ્પિટલ લઇ ગયા હતા.

વંટોળના કારણે એક ગેસ એજન્સીની દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી અને ભારે નુકસાન પહોંચ્યું હતું. ગેસ એજન્સીમાં કામ કરતાં મનીષ પરમારે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પહેલાં વાવાઝોડું આવ્યું હતું. જેના પછી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. અમે અંદર ઓફિસમાં કામ કરતાં હતા. બહાર આવીને જોયું તો વંટોળ હતો. અમને એવું હતું કે થોડીવારમાં બધું શાંત થઇ જશે પણ તેવું ન થયું. એકદમ જોરદાર વરસાદ ચાલુ થઇ ગયો અને મોટા મોટા કરાં પડવા લાગ્યા.

વંટોળના કારણે ધ્રૂજારી અનુભવાઇ હતી અને બધું ધૂળ-ધૂળ થઇ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, અમે ઓફિસનો દરવાજો બંધ કરવા જતા હતા પણ વંટોળની તીવ્રતાના કારણે અમે તે બંધ ન કરી શક્યા. ઓફિસમાં અંદર જે કાચ હતા તે ફૂટી ગયા. લોખંડની જાળીઓ તૂટી ગઇ હતી. જાણે માટીનો મેકઅપ કર્યો હોય તેવી અમારી સ્થિતિ થઇ ગઇ હતી. અમે થોડીવાર બેઠા. વરસાદ શાંત પડ્યો પછી ઓફિસનો દરવાજો ખોલીને જોયું તો અમારા ગોડાઉનની દીવાલ પડી ગયેલી હતી. જેને જોઇને અમને આંચકો લાગ્યો હતો. અમારી કારના કાચ તૂટી ગયા હતા. તોતિંગ વૃક્ષ, વીજળીના થાંભલા પડી ગયા હતા.

આ વંટોળ હજુપણ આસપાસના ગામડાંઓમાં ચર્ચાનો વિષય બનેલો છે. તેમણે જણાવ્યું કે, આના વીડિયો જોઇને અન્ય શહેરોમાં રહેતા મારા મિત્રો-સ્વજનોના ફોન આવ્યા હતા. મારા ઘરમાં જે નાના બાળકો છે તે ડરી ગયા હતા. વંટોળ ચડીને વાદળ સાથે અંદર જતો રહ્યો તે અકલ્પનીય હતું. વંટોળ આવ્યો ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે અંદાજે અડધા કલાક સુધી થંભી ગયો હતો. આ વંટોળ 30થી 40 કિલોમીટર દૂરથી દેખાતો હતો.

હવામાનના બદલાતા મિજાજ વચ્ચે સાયલા પંથકમાં આવેલી આ અણધારી આફત માત્ર ભારે આર્થિક નુકસાન જ નથી આપી ગઇ પરંતુ પ્રત્યક્ષદર્શીઓના મનમાં ક્યારેય ન ભૂલાય તેવો ડર પણ છોડી ગઇ છે.

You Might Also Like

વઢવાણના નગરા ગામની નદીમાં ડૂબતા ચારના મોત

પાટડીમાં કુદરતી હાજતે ગયેલી ૧૬ વર્ષની સગીરા પર ૫૮ વર્ષિય ઢગાનું દુષ્કર્મ

ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર

સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર નજીક કંપનીની કેન્ટીનમાં જમ્યા બાદ ૨૫ કર્મચારીને ઝેરી અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?