SBI પેન્શનર્સ એસોસિએશન ગાંધીનગર સર્કલની ત્રિવાર્ષિક ચૂંટણી બિનહરીફ સંપન્ન
સ્ટેટ બેંકના ૧૨,૦૦૦થી વધુ પેન્શનરોની સંસ્થામાં એકતાનો પ્રતીક: નવી કારોબારીની સર્વાનુમતે વરણી
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગુજરાત રાજ્યના ૧૨ હજારથી વધુ પેન્શનરોના બનેલ બિનરાજકીય સંગઠન એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન ગાંધીનગર સર્કલની ત્રિવાર્ષિક ચૂંટણી યોજાયેલ જે ઓખા થી અમદાવાદ, વેરાવળ થી વાપી, ભાવનગર થી ભુજ, ગોંડલ થી ગોધરા સુધીના પેન્શનરોનો નેતાગીરીમાં અપ્રતિમ વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, લાગણી, આદર અને છેલ્લા ત્રણ વર્ષમાં સભ્યોના નાના મોટા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ અને સૌને સાથે રાખીને સભ્ય કલ્યાણની કરેલ કાબિલેદાદ કામગીરીને ધ્યાનમાં લઈને સંગઠનની સમગ્ર ચૂંટણી બિનહરીફ જાહેર થયેલ છે અને સંગઠનનું સુકાન ફરી એક વાર પેન્શનર્સ ભાઈઓ બહેનોએ જનરલ સેક્રેટરી કૉમરેડ કમાલ કાદરી અને પ્રેસિડેન્ટ કૉમરેડ રમેશ ચોક્સીના હાથમાં સોંપેલ છે.
ઍસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશનની ત્રિવાર્ષિક ચૂંટણીમાં જાહેર થયેલ પરિણામમાં પ્રેસિડેન્ટ તરીકે રમેશ ચોક્સી (વડોદરા) ત્રણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચિંતક પટેલ,(અમદાવાદ) પી.જી.પારધી, (અમદાવાદ) સુભાષ પટેલ (બરોડા) જનરલ સેક્રેટરી કમાલ કાદરી (અમદાવાદ) જોઇન્ટ જનરલ સેક્રેટરી તરીકે ગુણવંત પટેલ, કાંતિલાલ પરમાર, રમણભાઈ વાઘેલા, (અમદાવાદ) સંગઠન મંત્રી તરીકે સુભાષ પી.પટેલ (અમદાવાદ) ટ્રેઝરર તરીકે રવિન્દ્ર સોલંકી ( અમદાવાદ) આસિસ્ટન્ટ ટ્રેઝરર તરીકે જગત પટેલ (અમદાવાદ) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે
સંગઠનની વ્યવસ્થાના ભાગ રૂપે રાજ્યના છ શહેરો અમદાવાદ,ગાંધીનગર,બરોડા, સુરત, રાજકોટ, ગાંધીનગરમાં કાર્યરત ઝોનલ ઓફિસના ડેપ્યુટી જનરલ સેક્રેટરી તરીકે મુકેશ દવે (અમદાવાદ), વસતાભાઈ વણકર (ગાંધીનગર), સુધીર જાની (બરોડા), રાજુ દેસાઈ (સુરત), શરદ દવે (રાજકોટ) અને ભરત ભટ્ટ (ભાવનગર) બિનહરીફ ચૂંટાઈ આવેલ છે.
ઇલેક્શન કમીટીના ચેરમેન પરાગ બુચ, સભ્યો પિયુષ શાહ, દેવાંગ છાયા, ચંદ્રકાંત જાજલ, એસ.એમ.બુખારીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શી, તટસ્થ, નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ પાર પાડેલ અને સફળતાપૂર્વક ઇલેક્શન પ્રક્રિયા સંપન્ન કરી હતી.
ઍસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશનના તમામ બિનહરીફ ચૂંટાયેલ અગ્રણીઓને રાજકોટના અનુપમ દોશી, કમલેશ પંડ્યા, ધીરેન માંકડ, મનુભાઈ કનેરિયા, અજીત ચૌહાણ, જયેશ કાતરોડિયા, ભરત ત્રિવેદી, દક્ષિણ જોશી, શિરીષ કચ્છી, જીતુ ગણાત્રા, જનાર્દન આચાર્ય, પરસોતમ મંગલપરા, કે.જી.વણકર, એચ.ડી.રાઠોડ, અનિલ કુંતાર સહિતના સભ્યોએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવેલ છે.


