સ્કૂલવાનમાં નિયત સંખ્યા કરતા વધુ છાત્રો બેસાડયા
જોખમી સવારીનો વીડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સ્કૂલવાન ચાલકો દ્વારા ટ્રાફિક અને આરટીઓના નિયમના ખુલ્લેઆમ ધજાગરા કરવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વિદ્યાર્થીઓને નિયત સંખ્યા કરતા વધુ છાત્રોને બેસાડી નિયમોનો ઉલાળ્યો કર્યો છે.
રાજકોટ શહેરમાં વધુ એક વખત સ્કૂલ બાળકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. રાજકોટમાં સ્કુલ વાન ચાલકની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સ્કુલ વાન ચાલકે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકીને વાનમાં નિયત સંખ્યા કરતા વધારે બાળકો ભર્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. ત્યારે વાન ચાલક સામે બાળકોના વાલીઓ અને લોકોએ સોશિયલ મિડીયામાં RTO સામે રોષ વ્યક્ત કર્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. નિયત સંખ્યાના નિયમોને ઘોળીને પી ગયેલા વાન ચાલકે માસૂમ બાળકોને વાનમાં ઠાંસોઠાંસ ભરી દીધા હતા. આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી શકે કે વાન (School van) ચાલકોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી અને તેઓ વધુ કમાણીની લાલચમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
રાજ્યમાં અવારનવાર સ્કુલ વાન ચાલકની બેદરકારી સામે આવે છે. રાજ્યમાં અવારનવાર સ્કુલ વાનમાં વિદ્યાર્થીઓ નિયત સંખ્યા કરતા વધારે ભરવામાં આવ્યાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આ વાન ચાલકો સામે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય છે કે નહી તેવા સાવલો સોશિયલ મિડીયામાં લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.


