SGFT અં.૧૭ ગર્લ્સ હોકી સ્પર્ધામાં રાજકોટ જિલ્લાની ટીમ ચેમ્પિયન
ધ સનસાઇન ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા આયોજીત ટુર્નામેન્ટ સંપન્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
ધ સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટની અંડર-17 ગર્લ્સ હોકી ટીમે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SGFI) દ્વારા આયોજિત રાજકોટ જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધા રાજકોટ રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમે ઉત્કૃષ્ટ રમત, મજબૂત ટીમવર્ક, શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ધ સનશાઈન ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફે ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ તથા સ્પોર્ટ્સ વિભાગને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ટીમને આગામી SGFI રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળા હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે અને રમતગમત ક્ષેત્રે આધુનિક સુવિધાઓ તેમજ ગુણવત્તાસભર તાલીમ દ્વારા વિધાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. આ વિજય ધ સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલની રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠતા અને પ્રતિબદ્ધતાનું વધુ એક ગૌરવપૂર્ણ ઉદાહરણ છે.


