શાંતિનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપુજક દેરાસર ટ્રસ્ટ દ્વારા સાધ્વીજી મહારાજના ચાતુર્માસિક મંગળ પ્રવેશ
શાંતિનાથ જિનાલય – એરપોર્ટ રોડ માટે હર્ષ અને આનંદનો અવસર આવ્યો : જૈન સમાજમાં ઉત્સાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
પ. પૂ. આ. ભ. શ્રીમદ્ જયશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદથી રાજકોટ શહેરના શ્રી શાંતિનાથ જિનાલય એરપોર્ટ રોડ ખાતે પ. પૂ. અધ્યાત્મયોગી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન વર્તમાન ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલ્પતરુ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તિની પ. પૂ. ચિત્રગુણાશ્રીજી મ. સા. ના શિષ્યરત્ના પ. પૂ. નયગુણાશ્રીજી મ. સા.આદી થાણા – ૪ નું ભવ્ય સ્વાગત અને ચાતુર્માસ પ્રવેશયાત્રાનું આયોજન ૧૫-૦૭-૨૦૨૬ (બુધવાર) ને અષાઢ સુદ ૧ ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રવેશયાત્રાનો પ્રારંભ ધર્મેશભાઈ મહેતા (૧ – વૈશાલી નગર) ના નિવાસ સ્થાનેથી શ્રી શાંતિનાથ જૈન દેરાસર – એર પોર્ટ રોડ,ખાતે મંગલ ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો.
સંઘ ના સભ્યો તેમજ શ્રાવક, શ્રાવિકાઓએ અને શ્રી શાંતિનાથ જિનાલય ના ટ્રસ્ટીશ્રીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાધ્વીજી મહારાજના મંગલ પ્રવેશને ભવ્ય અને યાદગાર બનાવવા જહેમત ઉઠાવી હતી. પૂજયશ્રીના પ્રવેશ બાદ વ્યાખ્યાન અને માંગલિક શ્રવણ નો લાભ પધારેલ સર્વ ભાવિકો ને મળેલ. સાંજે પરમાત્મા ની દિવ્ય આંગી, ભાવના, અને સમૂહ આરતી નું આયોજન પણ કરવામાં આવેલ. જેની શ્રી શાંતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ એરપોર્ટ રોડ નાં સર્વે ટ્રસ્ટીગણ શ્રી અશ્વિનભાઈ દોશી, ભાવેશભાઈ દોશી, કમલેશભાઈ ગઢેચા, રાકેશભાઈ શાહ, મિલનભાઈ શેઠ, હિતેન્દ્રભાઈ પીપળીયા, મનોજભાઈ વોરા, નવીનભાઈ મહેતા, જયંતીભાઈ ભણસાલી ની યાદી જણાવે છે.


