સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
સાધુ-સંતો, સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રોના આગેવાનોની ઉપસ્થિત
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે છેલ્લા 25 વર્ષથી વિનામૂલ્યે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષ શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રોપા વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ અંતર્ગત આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો
આ અંગે સિદ્ધનાથ ટ્રસ્ટના ડૉ. રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં છાંયો આપતાં વૃક્ષો, ફળ આપતાં વૃક્ષો, શેરી વૃક્ષો તેમજ વિવિધ ફળફળાદિનાં મળી કુલ ૧,000 જેટલાં રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વૃક્ષોની અલૌકિક.૨૧ દીપ સાથે મહાઆરતી અને પૂજન રહ્યું હતું. જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય, પવિત્ર અને સુગંધિત બની ગયું હતું.
આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે પૂ. પા. ગો. ડો. 108 અભિષેકલાલજી બાવાશ્રી, એમપ્રસાદભાઈ દવે , ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, ઉદ્યોગપતિ અમૃતલાલ ભારદીયા (રવિ ટેક્નોલોજી), પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, સોની મિત્ર મંડળના સેવા ભાવિ નયનભાઈ રાણપરા, વેપારી અગ્રણી ભાયાભાઈ સાહોલિયા, મંગેશ ભાઈ દેસાઈ. કોર્પોરેટર પરેશભાઈ ઠાકર, અંજનાબેન મોરજરિયા, સેજલબેન ચૌધરી, તેજસભાઈ ત્રિવેદી, મોનીષભાઈ જોશી, વિરલભાઈ દવે, સમીરભાઈ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ અને પર્યાવરણ જાગૃતિના આ અભિયાનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ જયેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડૉ. રાજેશ ત્રિવેદી, રાજુભાઈ ઝુંઝા, ઋષિભાઈ ત્રિવેદી, ચેતનભાઈ ગોહિલ, ત્રિવેદી ઋષિલ, જીત જોશી, વલય ઓઝા. રાહુલ સોલંકી તથા અન્ય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી સેવા યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.


