સોમનાથ મંદિરના બસ પાર્કિંગમાં બેસેલી નિરાધાર મહિલાની મદદે ૧૮૧ ટીમ
મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો
અગ્ર ગુજરાત, પ્રભાસ પાટણ
અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યની મહિલાઓને ૨૪X૭ નિઃશુલ્ક સેવા મળી રહી છે. ગીર સોમનાથ મહિલા ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિક દ્વારા રાત્રે ૦૧: ૫૭ મદદ માટે કોલ આવતા વેરાવળ ૧૮૧ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી મદદ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ ૧૮૧ અભયમની ટીમ કાઉન્સેલર માધવી સરવૈયાએ જણાવ્યું હતું કે, રાત્રીના મહિલાને મદદ માટેનો ફોન આવતા જ ડબલ્યુ.પી.સી.વર્ષાબેન નંદાનીયા અને પાયલોટ અનિતભાઇ વાઘાણી તાત્કાલિક સોમનાથ મંદિરના બસ પાર્કિંગ પાસે ઘટના સ્થળે પહોંચી મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ અન્ય જિલ્લામાંથી આવે છે અને નિરાધાર હોવાનું જણાવ્યું હતું. તેઓ છેલ્લા ૩ મહિનાથી સાસરિયાના ઘરેથી નિકળી ગઇ છે. છેલ્લા બે દિવસથી અહીંયા છે. આ મહિલાનું ૧૮૧ ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમને હિંમત આપી હતી. આથી તેઓ મૂળ વતન છોટા ઉદેપુર જિલ્લાના હોવાનું જણાવ્યું હતું. આ મહિલાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આશ્વાસન, સુરક્ષા અને માર્ગદર્શનની જરૂર જણાતા તાત્કાલિક વન સ્ટોપ સેન્ટર ખાતે સલામત આશ્રય આપવામાં આવ્યો છે.


