વાસી ખોરાક વેચતા શ્રીરામ અને બાલાજી ઢોસા સેન્ટર સીલ
મવડી નજીકની બાલાજી પેઢીમાંથી ૧૧૫ કિલો અને ગોંડલ રોડની શ્રીરામ રેસ્ટોરન્ટમાંથી ૧૨ કિલો વાસી ખોરાકનો નાશ કરાયો, ૧૦ હજારનો દંડ ફટકારાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા સતત ચોથા દિવસે વિવિધ ખાદ્ય પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ૨૫૦ કિલોથી વધારે વાસી ખોરાક ઝડપાયો હતો. શહેરની નામાંકિત ખાણીપીણીની રેસ્ટોરન્ટમાં તપાસ દરમ્યાન લોકોને બિમાર કરતી વાનગીઓ વેચાણ થતી હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં વાસી ખોરાકનો બેફામ વેપલો થતો હોય લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ, બોમ્બે હોટલ, વૃધ્ધાશ્રમ સામે, આવેલ “શ્રી રામ ચાઇનીઝ & પંજાબી (રેસ્ટોરન્ટ)”, પેઢીને સીલ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ આપવામાં આવેલ. સ્થળ પર આશરે 10 થી 12 K.G. વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ.
મવડી બાયપાસ રોડ, રિયલ પ્રાઇમ ની સામે આવેલ “બાલાજી ઢોસા સેન્ટર” માં અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્ય ચીજો બનાવવા તેમજ વાસી અને અખાદ્ય ચીજોનો સ્ટોરેજ જોવા મળેલ હોવાથી પેઢીને સીલ કરવામાં આવેલ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપેલ છે અને અંદાજિત કુલ 115 K.G. વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ છે તેમજ પેઢીને રૂ.10,000/- નો દંડ કરવામાં આવેલ.
મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક 150 ફૂટ રિંગરોડ, સર્વેશ્વરચોક, વર્ણીરાજ ફૂડ ઝોન (નેપલ્સ પીઝા), રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલ થી ભક્તિનગર સર્કલ સુધી ૮૦ ft રોડ, આઈ.ટી.આઈ. હોકર્સ ઝોન તેમજ આજી ડેમ ચોકડીથી માંડા ડુંગર સુધી, રણુજા મંદિર પાસે કોઠારીયા મેઇન રોડ સહિત 63 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 260 K.G. અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી 26 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ રૂ.74,400/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ, અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ (લૂઝ): શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, શોપ નં.-5, SBI પાસે, નાનામવા રોડ, વેનીલા આઇસ્ક્રીમ (લૂઝ): – શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, શોપ નં.-5, SBI પાસે, નાનામવા રોડ, ડ્રાયફ્રૂટ ડીલાઇટ આઇસ્ક્રીમ (લૂઝ): – આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, બિલ્ડીંગ નં.-7, શોપ નં.-10, એરપોર્ટ રોડ, પાઈનેપલ શ્રીખંડ (લૂઝ): – મહેશ વિજય ડેરીફાર્મ, શોપ નં.-1, ડેસ્ટિનેશન પ્લસ, અમિન માર્ગ, રાવણા જાંબુ આઇસ્ક્રીમ (લૂઝ): આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, બિલ્ડીંગ નં.-7, શોપ નં.-10, એરપોર્ટ રોડ, મેંગો ચિપ્સ શ્રીખંડ (લૂઝ): મહેશ વિજય ડેરીફાર્મ, શોપ નં.-1, ડેસ્ટિનેશન પ્લસ, અમિન માર્ગ ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતા.


