સ્વામિનારાયણ કન્યા ગુરુકુલમાં કિશોરી આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો
ગાયનેકોલદજીસ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ ખાતે વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્યથી જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. નીલાબેન રંગાણીના માર્ગદર્શન હેઠળ “કિશોરાવસ્થા અને કિશોરી આરોગ્ય જાગૃતિ” વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ડૉ. નીલાબેન રંગાણીએ કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક પરિવર્તનો અંગે વૈજ્ઞાનિક અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. તેમણે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, સંતુલિત અને પૌષ્ટિક આહાર, હિમોગ્લોબિન જાળવવાનું મહત્વ, વ્યક્તિગત સ્વચ્છતા, નિયમિત વ્યાયામ તેમજ ગાયનેકોલોજીકલ આરોગ્ય અંગે જરૂરી માહિતીઓ આસાથે જ વિદ્યાર્થિનીઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને કોઈપણ આરોગ્ય સંબંધિત પ્રશ્નો અંગે નિઃસંકોચ નિષ્ણાતની સલાહ લેવાની પ્રેરણા આપી.
વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો અને તેમની શંકાઓનું સંતોષકારક નિરાકરણ પ્રાપ્ત કર્યું. સમગ્ર સત્ર ખૂબ જ માહિતીસભર, પ્રેરણાદાયી અને ઉપયોગી બન્યું.
અંતે શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ પરિવાર દ્વારા ડૉ. નીલાબેન રંગાણીનો દીકરીઓના આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમૂલ્ય સમય ફાળવી માર્ગદર્શન આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


