By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

Editor
Last updated: 2026/08/01 at 2:26 PM
3 months ago
Share
શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
SHARE

સુરતના વરાછામાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી ચકચાર

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

નિ:સંતાન દંપતિએ ભાઇના પુત્રને દત્તક લીધો હતો : સુસાઇડ નોટમાં લાખોના દેણાનો ઉલ્લેખ : સમગ્ર પંથકમાં અરેરાટી

 

અગ્ર ગુજરાત, સુરત

સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ જતાં પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો આપી દઈ નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે(30 જુલાઈ) રાત્રે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે.

આ ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘરના રૂમમાંથી એક પાનાની હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં આર્થિક સંકટ, દેવાની લેવડ-દેવડ અને પરિવારની માફીનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મૃતકની ઓળખ અંગે મળતી માહિતી અનુસાર, આ પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મહેસાણકા ગામનો વતની હતો. 36 વર્ષીય જતીન જગદીશ સોનાણી પોતાની 63 વર્ષીય માતા ભાનુબેન સાથે હાલ વરાછા એલ.એચ. રોડ સ્થિત રૂપમ સોસાયટી વિભાગ-1ના પહેલા માળે ભાડાના મકાનમાં રહેતો હતો. પિતાના અવસાન બાદ માતા-પુત્ર બંને સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

શેરબજારમાં નસીબ અજમાવવા ગયેલા જતીનને ધાર્યા મુજબ સફળતા ન મળી અને તેના દાવ ઊંધા પડ્યા હતા. ટૂંકા સમયમાં જ તેને શેરબજારમાં ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું. જોતજોતામાં તેના માથે આશરે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ ગયું હતું. બીજી તરફ તેની માતા ભાનુબેન ઘર બેઠા સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હતા.

ગુરુવારે રાત્રે જતીન અને તેની માતા ભાનુબેન રોજિંદા ક્રમ મુજબ જમીને પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આર્થિક સંકટના કારણે માનસિક તણાવમાં જીવી રહેલા જતીને મધ્યરાત્રિએ દૂષિત માનસિકતા દર્શાવી હતી. પલંગ પર ઊંઘી રહેલી માતા ભાનુબેનને તેણે ગળાના ભાગે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ પંખાના હૂક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

You Might Also Like

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો

 સુરતમાં ‘ચતુર્થ વૈષ્ણવ સાધુ રાસ મહોત્સવ’નું સમાપન

નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ

APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન ખાધા બાદ સાત લોકોને ફૂડ પોઝનીંગ
ગુજરાતજામનગર

જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન ખાધા બાદ સાત લોકોને ફૂડ પોઝનીંગ

Editor By Editor 5 days ago
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલ અને પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા વચ્ચે શુભેચ્છા મુલાકાત
અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?
ત્યાગમૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલ
જેતપુરના પીઠડીયામાં વીજ ધાંધીયાથી ઢોલ, નગારા સાથે કચેરી બહાર સ્થાનિકોના ધરણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?