યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું
રૂની વાટ બનાવતા મશીનની ખરીદીમાં બસપોર્ટમાં ઓફિસ ધરાવતી ‘એમ.જે. કોટન’ પેઢીએ આચરી ઠગાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
સોશિયલ મીડિયામાં જોઈ વસ્તુ ખરીદતાં પહેલા સાવચેત પણ રહેવું જોઈએ કેમ કે, ગોંડલના દંપતી સાથે રાજકોટની એમ જે કોટન પેઢી દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. રૂમાંથી વાટ બનાવતી મશીનનો વિડીયો યુટ્યુબમાં જોઈ મશીનની ખરીદી કરનાર દંપતી છેતરપિંડીનો ભોગ બન્યું હતું. મશીન સાડા ત્રણ કલાકમાં 10 હજાર વાટ બનાવી દેશે તેવું યુટ્યુબમાં દર્શાવવામાં આવ્યું હતું પણ ફક્ય એક કિલો રૂમાંથી વાટ બનાવવામાં મશીનને આઠ કલાકનો સમય લાગ્યો હતો. જે અંગે દંપતીએ રજુઆત કરતા મશીન પરત નહિ રાખીએ તેમ કહી પેઢીના કર્મચારીઓએ ઠગાઈ આચરતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ગોંડલની મોટી બજારમાં સંગાણીના ડેલામાં રહેતા 28 વર્ષીય યુવાન પાર્થભાઇ ભુપતભાઈ સોલંકીએ આરોપી તરીકે એમ.કે.કોટન પેઢીના સંચાલકોનું નામ આપતાં જણાવ્યું હતું કે, તે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આનંદ ટ્રેડીંગ નામની પેઢીમાં મહેતાજી તરીકે નોકરી કરે છે.
ગઇ તા.01 ના સવારના સમયમાં તેણીના પત્ની જલ્પાબેન યુટ્યુબમાં વિડીયો જોતા હતા. ત્યારે યુટ્યુબમાં રાધે એન્ટરપ્રાઇઝ નામની બ્રાંચનો વિડીયો આવતો હોય અને તે વિડીયોમાં રૂની વાટ બનાવવાના મશીનનો વિડીયો હતો. જેથી પત્નીએ ઘરે બેઠા કામ ધંધો કરવા આ મશીન ખરીદવાનું વિચાર્યું હતું. જેથી વિડીયોમાંથી રાધે એન્ટરપ્રાઇઝ પેઢીનો મોબાઈલ નંબર મેળવી તેમાં કોલ કરી મશીન વિશે જાણકારી લીધેલ હતી. હવે સામાવાળાએ રાધે એન્ટરપ્રાઇઝ પેઢીનું નામ એમ.જે.કોટન કરી નાખ્યું છે કહ્યું હતું.
વિડિયોમાં એવુ દર્શાવવામાં આવ્યું હતું કે, આ મશીન દ્વારા ત્રણ કલાકમાં એક કિલો રૂ માંથી 10 હજાર વાટ બનશે. ગઇ તા.02/01/2026 ના દંપતી રાજકોટ બસ સ્ટેશનના ચોથા માળે એમ.જે.કોટન પેઢી ખાતે ગયેલ હતા. જયા પેઢીના કર્મચારીઓ હાજર હતા.
મશીનની ખરીદી અંગે વાત કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તમે મશીનથી બનાવેલી વાટ પણ અમે જ ખરીદી લેશું જેથી તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકશો. જેથી અમે રૂ.49 હજારમાં મશીન ખરીદી ગોંડલ ખાતે પરત આવી ગયેલ હતા.
બીજા દિવસે તા.03 ના મશીન ચાલુ કરતા એક કિલો રૂ ની વાટ બનાવતા આશરે આઠ કલાકનો સમય લાગ્યો હતો અને વાટ પણ ફુલાઈ જતી હતી. જે બાબતે તા.05 ના દંપતી એમ.જે.કોટન પેઢીની બ્રાંચમાં મશીન બાબતે રજુઆત કરવા ગયેલ હતા. જયા બ્રાંચ મેનેજર અંકિતભાઇ મહિડા તથા તેમના સ્ટાફ સાથે વાત કરતા તેમણે કહેલ કે, મશીનમા ટાઇમ લાગશે, તમારે ધીરજ રાખવી પડશે અને તમારૂ મશીન અમે રીર્ટન નહી લઈએ.
જેથી યુટ્યુબમાં ભ્રામક વિગતો સાથે વિડીયો મૂકી ઠગાઈથી મશીન વેંચી પરત નહિ રાખનાર એમ જે કોટન પેઢીના જવાબદારો સામે યુવાને ગોંડલ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી.


