જંતર મંતરમાં ચાલતી લડત રાજકોટ સુધી પહોંચી
ડો.આંબેડકરની પ્રતિમા પાસે સીનીયર સીટીઝન પ્રવીણભાઈ લાખાણી દ્વારા ધરણા : સામાજિક સંસ્થાઓ દ્વારા ખુલ્લો ટેકો જાહેર
અગ્ર ગુજરાત, રાજકોટ
સિનિયર સિટીઝન ગ્રુપના મોભી પ્રવીણભાઈ લાખાણી દ્વારા જંતર મંતર પર સોનમ વાંગચૂકની લડતમાં રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે સવારે 10 થી સાંજના 5 સુધી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સોનમ વાંગચૂક ની લડત ને ખુલ્લું સમર્થન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે દેશના મહાન વૈજ્ઞાનિકોમાં જેની ગણના થાય છે તે સોનમ વાંગચૂક દ્વારા દિલ્હી ખાતે જંતર મંતર પર પેપર લીક અને વિદ્યાર્થીઓના આપઘાતના પગલે 20 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે તેઓની તબિયત પણ લથડી છે અને વજન પણ ઘટી ગયું હોય ત્યારે સોનમ વાંગચૂકની લડતમાં દેશ ક્યારે જોડાશે ? રાજકોટમાં તેમને ખુલ્લો ટેકો આપવા લડત નો પ્રારંભ થયો છે અને સિવિલ હોસ્પિટલ ચોક ખાતેથી ગણેશ કરવામાં આવ્યા છે. છેલ્લા 20 દિવસથી જંતર મંતર પર સોનમ વાંગચૂકની ખબર પૂછવા પણ સરકારના કોઈ અધિકારી કે સરકાર દ્વારા કોઈપણ જાતનું નિવેદન કરવામાં આવ્યું નથી. એ દેશ માટે દુઃખદ બાબત છે જાડી ચામડીના નેતાઓ ને હવે પ્રજા એ પરચો બતાવવાનો સમય આવી ગયો છે. નીટ માં પેપર ફૂટ્યા અને અનેક વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત કરવામાં આવ્યા છતાં દેશના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું નથી કે મોદી સરકારે તેમનું રાજીનામું આપવા દબાણ કર્યું નથી જે બતાવે છે કે સરકારમાં ભ્રષ્ટાચારી અને દાગી પ્રધાનો નો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી પરંતુ હવે દેશ જાગી ગયો છે આગામી દિવસોમાં રાજકોટમાં સોનમ વાંગચૂકના સપોટમાં અને તેમને લાંબુ આયુષ્ય આપે તે માટે ધરણા પ્રાર્થના સહિતના કાર્યક્રમો ની વણઝાર કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
લાખાણીબાપા ના ધરણાંના કાર્યક્રમમાં લોકસંસદ વિચાર મંચ, ક્ષત્રિય ગિરાસદાર સેના, કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ, યુથ ફોર ડેમોક્રેસી, સીનીયર સીટીઝનો, ઓમ સાઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા જેમાં આ માથું મારું છે હેલ્મેટ કાયદો મને મંજૂર નથી તે અશોકભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, મગનભાઈ પટેલ, અશોકભાઈ બુટાણી, કમલેશભાઈ જોટંગીયા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ગુણવંતભાઈ વ્યાસ, લોહાણા સમાજના જીતુભાઈ કોટેચા, વિનુભાઈ પીપળીયા, દિવ્યેશ પટેલ, આસિફ શેખ, રમેશ રાજપુત, ભાવેશભાઈ ઝરીયા, મુન્નાભાઈ ગેરેજવાળા, ડો. ધર્મેશભાઈ ગોહિલ, કમલેશભાઈ પારેખ, દીપકભાઈ મકવાણા સહિતના રાજકીય, સામાજિક આગેવાનોએ જોડાઈને પ્રવીણભાઈ લાખાણી ના ધરણાને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.


