By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 hours ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશમાં હવે 1.36 લાખથી વધુ MBBS સીટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દેશમાં હવે 1.36 લાખથી વધુ MBBS સીટ

Editor
Last updated: 2026/07/16 at 4:50 PM
4 days ago
Share
દેશમાં હવે 1.36 લાખથી વધુ MBBS સીટ
SHARE

ડૉક્ટર બનવાનું સપનું થશે વધુ સરળ

દેશમાં હવે 1.36 લાખથી વધુ MBBS સીટ

NEET-UG ઉમેદવારો માટે મોટા રાહત ; 25 નવી મેડિકલ કોલેજોને મંજૂરી, સરકારીમાં 2,111 અને ખાનગીમાં 7,800 બેઠકોનો વધારો; પરિણામ બાદ ઝડપથી શરૂ થશે કાઉન્સિલિંગ પ્રક્રિયા

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા લાખો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. NEET-UG 2026નું પરિણામ જાહેર થવાની રાહ વચ્ચે કેન્દ્ર સરકારે 2026-27ના શૈક્ષણિક સત્ર માટે MBBS બેઠકોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ વર્ષે દેશભરમાં કુલ 9,911 નવી MBBS બેઠકો ઉમેરાતા કુલ બેઠકોની સંખ્યા 1,27,028માંથી વધીને 1,36,939 થઈ ગઈ છે. પરિણામે હજારો વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવાની વધુ તક મળશે.
આ વખતે સરકાર દ્વારા સરકારી અને ખાનગી બંને મેડિકલ કોલેજોમાં બેઠકો વધારવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજોમાં 2,111 બેઠકો વધીને કુલ 63,296 થઈ છે, જ્યારે ખાનગી મેડિકલ કોલેજોમાં 7,800 બેઠકોનો વધારો થતાં કુલ 73,643 બેઠકો ઉપલબ્ધ રહેશે. આ વધારાથી મેડિકલ શિક્ષણમાં પ્રવેશની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે.
સરકારે દેશભરમાં 25 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. તેમાં 7 નવી સરકારી મેડિકલ કોલેજોમાં 400 બેઠકો અને 18 નવી ખાનગી મેડિકલ કોલેજોમાં 2,000 બેઠકો ઉપલબ્ધ થશે. નવી કોલેજો શરૂ થવાથી ભવિષ્યમાં પણ મેડિકલ શિક્ષણનો વ્યાપ વધુ વિસ્તરશે.
દેશમાં હાલ કુલ 823 મેડિકલ કોલેજો કાર્યરત છે, જેમાં 441 સરકારી અને 382 ખાનગી મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ શિક્ષણના વિસ્તરણને સરકારની પ્રાથમિકતા મળતાં કોલેજોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2013-14માં માત્ર 387 મેડિકલ કોલેજો હતી, જે વધીને હવે 823 થઈ ગઈ છે. તેવી જ રીતે MBBS બેઠકોમાં પણ સતત વધારો નોંધાયો છે.
રાજ્યોની દૃષ્ટિએ જોવામાં આવે તો કર્ણાટકમાં સૌથી વધુ 15,395 MBBS બેઠકો ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 14,000, તમિલનાડુમાં 13,999, મહારાષ્ટ્રમાં 13,099, તેલંગાણામાં 10,250, આંધ્ર પ્રદેશમાં 7,465, બિહારમાં 4,160 અને દિલ્હીમાં 1,415 બેઠકો રહેશે.
NEET-UG 2026નું પરિણામ આ અઠવાડિયાના અંત સુધી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિણામ જાહેર થયા બાદ થોડા જ દિવસોમાં કાઉન્સિલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વખતે કાઉન્સિલિંગનો સમયગાળો પણ ટૂંકો રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી ઓછા સમયમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે NEET-UG પરીક્ષામાં અંદાજે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. બેઠકોમાં થયેલો વધારો તમામ ઉમેદવારોને પ્રવેશની ખાતરી આપતો નથી, પરંતુ સ્પર્ધાના માહોલમાં હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું નવું કિરણ જરૂર સાબિત થશે.

9,911 નવી બેઠકોનો વધારો

કુલ MBBS બેઠકો : 1,36,939
અગાઉની બેઠકો : 1,27,028
વધારો : 9,911 બેઠકો

સરકારી સામે ખાનગી કોલેજો

સરકારી કોલેજોમાં બેઠકો : 63,296
વધારો : 2,111 બેઠકો
ખાનગી કોલેજોમાં બેઠકો : 73,643
વધારો : 7,800 બેઠકો

25 નવી મેડિકલ કોલેજોને મંજૂરી

કુલ નવી કોલેજો : 25
સરકારી : 7 કોલેજ (400 બેઠકો)
ખાનગી : 18 કોલેજ (2,000 બેઠકો)

સૌથી વધુ MBBS બેઠકો ધરાવતા રાજ્ય

કર્ણાટક – 15,395
ઉત્તર પ્રદેશ – 14,000
તમિલનાડુ – 13,999
મહારાષ્ટ્ર – 13,099
તેલંગાણા – 10,250

રિઝલ્ટ બાદ તરત શરૂ થશે કાઉન્સિલિંગ

NEET-UGનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા
પરિણામ બાદ થોડા દિવસોમાં કાઉન્સિલિંગ શરૂ થશે
ઓછા સમયમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય
આ વર્ષે લગભગ 20 લાખ ઉમેદવારોએ NEET-UG પરીક્ષા આપી છે.

You Might Also Like

સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું

રી-નીટનું પરિણામ જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય

દીવના વણાકબારા સમસ્ત ખારવા સમાજની નવી કારોબારીની સર્વાનુમતે વરણી

10 દિવસમાં 24,662 કરોડનું રોકાણ

18 જુલાઈ પછી મેઘરાજા કરશે ધમાકેદાર વાપસી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર
જૂનાગઢ

સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર

Editor By Editor 5 days ago
રી-નીટનું પરિણામ જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય
નાનામવાના ચકચારી ફાયરીંગ-હત્યા કેસમાં સિનિયર એડવોકેટ અનિલ દેસાઈની સ્પે.પી.પી.તરીકે નિમણુંક
રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગોંડલમાં શિવભકિતમાં લીન ભકત નાચતા-નાચતા કુવામાં પડી જતાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?