By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    15 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો

Editor
Last updated: 2026/07/17 at 4:12 PM
5 days ago
Share
મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો
SHARE

કારમાં પોલીસનું બોર્ડ લગાવી રસ્તા પર મચાવ્યો આતંક

મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો

ગઈકાલે કાલાવડ રોડ ગ્વાલિયા પાસે સામાન્ય અકસ્માત મામલે બનેલી ઘટનામાં રોફ જમાવનાર શખ્સ ભાજપ કાર્યકર હોવાનું સામે આવ્યું

મહિલા ઉદ્યોગસાહસિકની મર્સિડીઝ પર હુમલો કરનાર શખ્સ જેલ સલાહકાર સમિતિનો સભ્ય પણ નીકળ્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વરસ્યો ફિટકાર

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પોલીસના નામે રોફ જમાવી સામાન્ય નાગરિકોને ધમકાવવાની ઘટનાઓ અંગે સમયાંતરે ફરિયાદો ઉઠતી રહી છે. પરંતુ કાલાવડ રોડ પર બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. કારમાં પોલીસનું બોર્ડ લગાવી ફરતા એક શખ્સે મહિલા સાથે અભદ્ર વર્તન કરી, ખુલ્લેઆમ ગાળો ભાંડી અને અંતે પથ્થરમારો કરી મહિલાની કારને નુકસાન પહોંચાડ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ભોગ બનનાર આરતીબેન નિલેશભાઈ માંડલિયા, જે અમીન માર્ગ વિસ્તારમાં યોગા સ્ટુડિયો ચલાવે છે, તેમણે સમગ્ર ઘટનાની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના સ્ટુડિયોથી ઘરે પરત ફરી રહ્યા હતા. કાલાવડ રોડ પર અંડરબ્રિજના ડાયવર્ઝન પાસે તેમની કાર ટર્ન લઈ રહી હતી ત્યારે બાજુમાં આવેલી બીજી કાર સાથે સામાન્ય ટચિંગ થયું હતું. અકસ્માત ખૂબ જ સામાન્ય હતો અને બંને વાહનોને નજીવું નુકસાન થયું હતું.
આરતીબેનના જણાવ્યા મુજબ સામેવાળી કારના કાચ પર પોલીસનું બોર્ડ લાગેલું હોવાથી તેમને લાગ્યું કે કદાચ કોઈ પોલીસ અધિકારી અથવા કર્મચારી હશે. પરંતુ ત્યારબાદ જે બન્યું તે કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નહોતું. કારમાંથી ઉતરેલા શખ્સે મોટી આંખો કાઢી મહિલાને ધમકાવતા કહ્યું કે, “ઉભી રહે, તારી સાથે વાત કરવી છે,” અને પોતાની ગાડીની પાછળ આવવા કહ્યું.
આરતીબેને ખૂબ શાંતિથી વાત કરી અને ભૂલથી અકસ્માત થયો હોવાનું કહી બંને વાહનોનું રિપેરિંગ ઇન્સ્યોરન્સ દ્વારા કરાવી લેવાની વાત મૂકી હતી. પરંતુ સામે રહેલા શખ્સે કોઈ વાત સાંભળવાને બદલે બેફામ ગાળો ભાંડી, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી ધમકી આપી કે, “હમણાં પોલીસ બોલાવી તારી ગાડી ઉપડાવી દઈશ.”
આરતીબેને જવાબમાં કહ્યું કે પોલીસને બોલાવી લો, જેની ભૂલ હશે તે સામે આવી જશે. આ સાંભળતાં જ શખ્સ થોડો ગભરાઈ ગયો હતો અને ફોન પર કોઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. પરંતુ કોઈ મદદ ન મળતાં ફરી મહિલાને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
મહિલાના જણાવ્યા મુજબ શખ્સે બાદમાં હાથમાં પથ્થર ઉઠાવી તેમની મર્સિડીઝ કાર પર હુમલો શરૂ કરી દીધો હતો. એક પછી એક પથ્થર મારી કારને નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર ઘટનામાં તે વ્યક્તિનું વર્તન અત્યંત આક્રમક અને જનૂની હોવાનું જણાતું હતું. સામે એક મહિલા છે તેની પણ પરવા કર્યા વગર તેણે ગાળો, ધમકી અને તોડફોડનો માર્ગ અપનાવ્યો હતો. ઘટના બાદ હુમલાખોર પોતાની કારમાં બેઠો અને સ્થળ પરથી નીકળી ગયો હતો. બીજી તરફ આરતીબેન ભારે ભયમાં મુકાઈ ગયા હતા અને સીધા તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર બનાવ અંગે રજૂઆત કરી હતી.
આરતીબેનનો આક્ષેપ છે કે ફરિયાદ નોંધાવવા ગયા બાદ તેમને અંદાજે બે થી અઢી કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા. છતાં હુમલાખોરને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો નહોતો અને કોઈ સ્પષ્ટ કાર્યવાહી પણ થઈ નહોતી. આખરે તેઓ ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે તેમણે સીધા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તાલુકા પોલીસ સક્રિય બની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન હુમલો કરનાર વ્યક્તિની ઓળખ નિલેશ દોશી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી પક્ષનો દાવો છે કે નિલેશ દોશી જેલ સલાહકાર સમિતિ સાથે સંકળાયેલા છે અને ભાજપના સક્રિય કાર્યકર પણ છે. આ ઉપરાંત સૌથી ચોંકાવનારો આક્ષેપ એ પણ કરવામાં આવ્યો છે કે તેમની કાર પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ પણ ખોટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો આ બાબત સાચી સાબિત થશે તો પોલીસના નામે રોફ જમાવવો, ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવો અને જાહેર રસ્તા પર મહિલાને ધમકી આપી તોડફોડ કરવાના ગંભીર મુદ્દાઓ ઊભા થશે.
આરતીબેન માંડલિયાએ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા બાદ તે ઝડપથી વાયરલ થયા છે. વીડિયોમાં દેખાતા વર્તનને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે. ઘણા લોકો પોલીસના નામે રોફ જમાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે સમગ્ર શહેરની નજર તાલુકા પોલીસની કાર્યવાહી પર ટકેલી છે. પોલીસના નામે રોફ જમાવનાર, મહિલાને ધમકી આપનાર અને જાહેરમાં આતંક મચાવનાર શખ્સ સામે કાયદેસરની કડક કાર્યવાહી થશે કે પછી રાજકીય ઓળખ વચ્ચે તપાસની ગતિ ધીમી પડશે, તે જોવું રહ્યું. હાલમાં આ સમગ્ર ઘટનાએ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે અને સામાન્ય નાગરિકોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.

You Might Also Like

વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા

ડિમોલીશન ખર્ચ-રિવરફ્રન્ટ મુદે વિરોધ કરતા કોંગી કોર્પોરેટર-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ

ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ મજેવડી દેવતણખી ધામ ખાતે ઐતિહાસિક115 મી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર

ગોંડલમાં શિવભકિતમાં લીન ભકત નાચતા-નાચતા કુવામાં પડી જતાં મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જગન્નાથજી પર મેઘરાજાનો જલાભિષેક, ભગવાનની નગરચર્ચા
રાજકોટ

 જગન્નાથજી પર મેઘરાજાનો જલાભિષેક, ભગવાનની નગરચર્ચા

Editor By Editor 5 days ago
ગેરકાયદેસર હથિયાર રેકેટમાં 31 હથિયારો સાથે 14 સોદાગરોની ધરપકડ
ચૈતન્ય ટેક્નો સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની અને ‘મિશન હરિતોદય’ યોજાયો
નીટ યુજી ૨૦૨૬માં ટોપ-૨૦ ફિમેલમાં સ્થાન મેળવતી હિયા વસાવડા
ભાડુ એર કન્ડિશનનું! વોલ્વો ડેપોમાં મુસાફરને લોકલ જેવી સુવિધા પણ નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?