વલ્લભીપુરની રાજપરા-ભા, દરેડ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની સભા મળી
રેકોર્ડબ્રેક દૂધના ખરીદભાવ આપતી સર્વોત્તમ ડેરી દ્વારા સંયોજિત દૂધ મંડળીઓમાં વાર્ષિક સાધારણ સભા સાથે નફાની વહેચણી
અગ્ર ગુજરાત, વલ્લભીપુર
રાજપરા-ભા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., જુના રતનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી અને દરેડ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી (તા. વલભીપુર, જિ. ભાવનગર)ની વાર્ષિક સાધારણ સભા તા. ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી, જનરલ મેનેજર, સિનિયર મેનેજર, સહકાર મેનેજર, મંત્રી અને વિશાળ સંખ્યામાં સભાસદો સાથે મળી જેમાં એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી.
રાજપરા-ભા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.,એ રૂi. ૨.૮૧,૩૬૩/-, જુના રતનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી એ રૂi. ૫,૩૮,૫૯૮/- અને દરેડ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.,એ રૂi. ૨,૪૪,૨૪૫/-, તેમના દૂધ ભરતા તમામ સભાસદોને બોનસના રૂપમાં નફો વહેચવામાં આવ્યો. જેમાંથી વધારે દૂધ આપનાર ૧ થી ૧૦ નંબરને બોનસના ચેકનું સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. સાથે તમામ દૂધ ઉત્પાદકને દૂધના પ્રમાણમાં માતબર રકમ ચુકવવામાં આવી. જેથી સભાસદોમાં હર્ષની લાગણી પ્રસરી હતી.
અંતમાં સર્વોત્તમ ડેરીના જનરલ મેનેજર એન.યુ.ઝીઝાળાએ સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષે માહિતી આપેલ. સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીએ આધુનિક અને વેજ્ઞાનિક અભિગમથી પશુપાલન વિષે માહિતી આપેલ. પોતાની આગવી શૈલીમાં પશુપાલકોને માર્ગદર્શન આપી જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ જેવીક આનુવાંશિક ક્રાંતિ માટે હાકલ કરેલ ઉપરાંત સર્વોત્તમ ડેરી થકી ટુંકાગાળામાં પાંચ ક્રાંતિઓ થઇ છે. જેવી કે શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આનુવાંશિક ક્રાંતિ અને આરોગ્ય ક્રાંતિ વિષે સવિસ્તાર માહિતી આપેલ. હાલ સર્વોત્તમ ડેરી રેકોર્ડબ્રેક દૂધના ભાવ આપી રહી છે જેથી જિલ્લાભરના દૂધ ઉત્પાદકોને ખુબ ફાયદા સાથે જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ મળશે.
ઉપરોક્ત દૂધ મંડળીઓએ વર્ષ દરમ્યાન ખુબ સરાહનીય કામગીરી કરી માતબર નફો કરેલ છે તે બદલ દૂધ મંડળી અને તેના તમામ સભાસદોને અભિનંદન આપેલ. સમગ્ર સભાનું સફળ સંચાલન સહકાર મેનેજર એમ.એ.કામળીયાએ કરેલ.


