કવિ દાદ કોલેજમાં વિવિધ કંપનીઓ દ્વારા જોબફેર યોજાયો
ઇન્ટરવ્યુ આપનાર ૫૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓની પસંદગી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય શૈક્ષણિક 2020 ને અમલ શરૂ થયાને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે. આ પાંચ વર્ષના સમયગાળામાં આ નીતિ કેટલી લાભદાયી નીવડી છે તેનું મૂલ્યાંકન કરીએ તો અગાઉ શૈક્ષણિક સંસ્થાઓ ની જવાબદારી વિધાર્થીઓના ફક્ત અભ્યાસ પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને દરેક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કાર્ય કરી રહી છે. આ દેશના યુવાનોને ફક્ત ભણાવી અને ડિગ્રી અપાવી સમાજમાં તેમના નસીબ ન આધારે છોડી દેવા પૂરતી જવાબદારી મર્યાદિત ન રહેતા તેમને ભણાવ્યા પછી તેને વ્યવસાય સુધી પહોંચાડવાની જવાબદારી પણ હવે શૈક્ષણિક સંસ્થાએ લીધી છે. પરિણામે દેશનો યુવાન એ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે, પોતે પગભર થાય અને કુટુંબને પણ મદદરૂપ થઈ શકે તેવી સામાજિક જવાબદારી સાથે કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી જિલ્લો રાજકોટ ખાતે ગત વર્ષ પાસ થયેલા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં જુદી જુદી કંપનીઓને આમંત્રણ આપીને તેમને વ્યવસાય અપાવવાની કામગીરી તા 21 જુલાઈ 2026 ના રોજ કરવામાં હાથ ધરવામાં આવી. આ પ્લેસમેન્ટ ફેર ૨૦૨૬માં આસપાસની ઘણી કોલેજોના વિદ્યાર્થીઓને પણ લાભ લેવા તક આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજનો સ્ટાફ છેલ્લા 15 દિવસથી સતત ખડે પગે રહી અને ઉત્કૃષ્ટ પરિણામ લાવવા માટે કટિબદ્ધ હતો. જેનો એક આચાર્ય તરીકે મને ગર્વ છે. આ પ્લેસમેન્ટ ફેરમાં દેશની નામાંકિત એવી કુલ 13 કંપનીઓએ ભાગ લીધો હતો અને ૭૨ જેટલા યુવાનો એ અલગ અલગ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને લગભગ 50% થી વધારે વિદ્યાર્થીઓને નોકરી માટે પસંદગી થયા બાદ તેમને નિમણૂક પત્રો પણ આપવામાં આવશે. જેનો કાર્યક્રમ હવે પછી યોજાશે આ કાર્યક્રમને ચરિતાર્થ કરતી તસવીરો આ સાથે સામેલ છે.


