કેન્સર દર્દીઓ માટે પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને HCG આસ્થા દ્વારા ફ્રી નિદાન કેમ્પ
દર મહિનાના બીજા-ચોથા શનિવારે મોં અને ગળાના કેન્સર અંગે મળશે એક્સપર્ટ ઓપિનિયન; શનિવારે ડો. હર્ષવર્ધન શુક્લ આપશે સેવા
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ૨૪ વર્ષથી કાર્યરત શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થ કેર ગ્લોબલ (HCG)નાં સંયુકત ઉપક્રમે છેલ્લા એકદસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે ”કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ” હાથ ધરાયો છે. શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.
જે અંતર્ગત તા.25/07/2026, શનિવારના રોજ કેન્સર નિષ્ણાંત ડો.હર્ષવર્ધન શુક્લ શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમો. ટ્સ્ટ ”કિલ્લોલ”, ૧-મયુરનગર, રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોનનં.૨૭૦૪૫૪૫) ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે. રજિસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબ ડો.હર્ષવર્ધન શુક્લ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળું, જડબાંના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્યક્ષેત્રે જરૂરિયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં OPD સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર દસ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે સવારે ૯ થી ૧૨ વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટ્રસ્ટના મેડિકલ સેન્ટરમાં ટ્રસ્ટીઓ અંજલિબેન રૂપાણી, પ્રવિણભાઈ રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમ્બર્સ ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ પટેલ, બિપીનભાઈ વસા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, કેતનભાઈ મેસવાણી કાર્યરત છે. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાંજણાવાયું છે.


