By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    4 weeks ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

 વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા

Editor
Last updated: 2026/07/13 at 4:54 PM
2 months ago
Share
 વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા
SHARE

વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા

SMC એ નોંધાવેલ ગુનાના 21 આરોપીઓ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોપાયા

ઉચ્ચકક્ષાએથી પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સામે થયેલ કાર્યવાહીના પગલે પોલીસબેડામાં ખળભળાટ

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળના કોળીવાળા વિસ્તારમાં 8 જુલાઈના રોજ SMCની ટીમે એક જુગાર ક્લબ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન જુગારીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ ટીમને ઘેરી લીધેલ ત્યારે પરિસ્થિતિ ગંભીર બની જતા SMCના PSI ને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના અંગે સીટી પોલીસમાં બે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. જેમાં 40 નામજોગ આરોપીઓ ઉપરાંત આશરે 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જે અનુસંધાને પોલીસે ઝડપી પાડેલ 21 આરોપીઓને રજુ કરતા કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તેમના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન સમગ્ર કાવતરું, હુમલામાં સામેલ અન્ય શખ્સો તથા જુગારના નેટવર્ક અંગે ઊંડી તપાસ હાથ ધરશે.

આ સમગ્ર ચકચારી ઘટનાને લઈને જુનાગઢ રેંજના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કડક વલણ અપનાવતા એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એસ.વી.રાજપુત, વેરાવળ સીટી પીઆઈ જે. એન. ગઢવી તથા એલસીબી પીએસઆઈ એચ. એલ. જેબલિયા, એ.સી. સિંધવ,  સીટી પીએસઆઈ પી.પી. પ્રજાપતિ ને લીવ રિઝર્વમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મોડીસાંજે જીલ્લા પોલીસવડાએ સીટી પોલીસની ડીસ્ટાફ બ્રાન્ચના નટુભા બસીયા, અજીતસિંહ પરમાર, નરવણસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ખેર ને ફરજમુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ ઘટના સંદર્ભે એક તરફ સીટી પોલીસની બ્રાન્ચના કર્મીઓ સામે કાર્યવાહી થઈ છે. તો બીજી તરફ જીલ્લાની બ્રાન્ચના કર્મીઓ સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થશે કે પછી બચાવી લેવાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. પોલીસ વિભાગમાં ઉચ્ચકક્ષાએથી થયેલ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. હવે સમગ્ર જીલ્લાની નજર આ કેસની આગળની તપાસ પર રહેશે.

ઘટના સંદર્ભે SIT ની રચના કરવામાં આવી

SMC ના દરોડા હુમલા ફાયરીંગના બહુચર્ચિત કેસમાં પોલીસમાં ઉચ્ચકક્ષાએથી વિભાગીય કાર્યવાહી તેજ બની છે. જેમાં ઘટનાને ગંભીરતાથી લઈ રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ઘટનાની નિષ્પક્ષ અને સઘન તપાસ માટે ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. હવે SIT તપાસમાં વધુ શું સામે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ત્યારે હવે SIT તપાસમાં વધુ શું સામે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

You Might Also Like

વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?