By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ

Editor
Last updated: 2026/06/15 at 4:22 PM
2 months ago
Share
ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ
SHARE

દેશમાં શહેરીકરણનો નવો યુગ

ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ

65 વર્ષ પછી બદલાશે દેશના શહેરીકરણના નિયમો : હજારો ગામોનું બદલાઈ શકે છે ભવિષ્ય

ખેતી કરતાં બિન-ખેતી રોજગાર, આધુનિક સુવિધા અને ડિજિટલ કનેક્ટિવિટી બનશે નવા માપદંડ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

દેશમાં આગામી વર્ષોમાં હજારો ગામડાંઓની ઓળખ બદલાઈ શકે છે. જો કોઈ ગામમાં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે, ખેતી કરતાં બિન-ખેતી રોજગારનું પ્રમાણ વધુ હશે અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત હશે, તો તે વિસ્તારને શહેર જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર 65 વર્ષ બાદ પ્રથમ વખત શહેરી અને ગ્રામીણ વિસ્તારો નક્કી કરવાના માપદંડોમાં મોટા ફેરફારો કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
વર્ષ 1961થી અમલમાં રહેલા માપદંડો હવે સમયાનુકૂળ નથી રહ્યા તેવું સરકારનું માનવું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશની અર્થવ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા, ડિજિટલ નેટવર્ક અને વસાહતોનું સ્વરૂપ ઝડપથી બદલાયું છે. અનેક ગામડાંઓ આજે શહેરો જેવી સુવિધાઓ ધરાવે છે, પરંતુ વહીવટી રીતે હજુ પણ ગ્રામ્ય વિસ્તાર તરીકે જ નોંધાયેલા છે.
કેન્દ્ર સરકારના આ પ્રયાસ પાછળ વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત”નું લક્ષ્ય મુખ્ય પ્રેરણાબળ માનવામાં આવે છે. સરકારનું માનવું છે કે વાસ્તવિક શહેરીકરણને ધ્યાનમાં રાખીને જ વિકાસની યોજનાઓ, નાણાંકીય ફાળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરવું જરૂરી બની ગયું છે.
તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા BRICS દેશોના અર્બન પ્લાનર્સ ફોરમમાં પણ આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે હાલના ભારતીય માપદંડો મુજબ દેશની શહેરી વસ્તી માત્ર 36 ટકા જેટલી ગણાય છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની “ડિગ્રી ઓફ અર્બનાઇઝેશન” પદ્ધતિ મુજબ ભારતની લગભગ 80 ટકા વસ્તી સીધી કે આડકતરી રીતે શહેરી વિસ્તારો સાથે જોડાયેલી છે.
આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વહીવટી સીમાઓ કરતાં વસ્તીની ગીચતા, સેટેલાઇટ દ્વારા દેખાતા પાકા બાંધકામો અને શહેરી પ્રવૃત્તિઓને વધુ મહત્વ આપવામાં આવે છે. સરકાર પણ હવે આ જ પ્રકારના વૈજ્ઞાનિક અભિગમ તરફ આગળ વધી રહી છે. હાલમાં કોઈ વિસ્તારને શહેર જાહેર કરવા માટે 5,000થી વધુ વસ્તી, પ્રતિ ચોરસ કિલોમીટરે 400 વ્યક્તિની ગીચતા અને પુરુષ કાર્યબળના 75 ટકા લોકો બિન-ખેતી વ્યવસાયમાં સંકળાયેલા હોવા જેવા માપદંડો લાગુ પડે છે. પરંતુ નવા પ્રસ્તાવિત માપદંડોમાં વસ્તીની વાસ્તવિક ગીચતા, બિલ્ટ-અપ વિસ્તારનું પ્રમાણ, રોજિંદી અવરજવર, ડિજિટલ કનેક્ટિવિટી, ગટર અને કચરા નિકાલ જેવી સુવિધાઓને પણ મહત્વ આપવામાં આવશે. નવા નિયમો અમલમાં આવશે તો અનેક ગામડાંઓને શહેરી વિકાસ યોજનાઓ, વિશેષ ગ્રાન્ટ, માસ્ટર પ્લાન અને આધુનિક સુવિધાઓનો સીધો લાભ મળશે. જોકે બીજી તરફ વધતા શહેરીકરણ સાથે પ્રદૂષણ, કચરાની સમસ્યા અને ગુનાખોરી જેવા પડકારો પણ ઊભા થઈ શકે છે.
2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 6.40 લાખથી વધુ ગામડાંઓમાં 68.9 ટકા વસ્તી વસે છે, જ્યારે 7,935 શહેરોમાં 31.1 ટકા લોકો રહે છે. પરંતુ બદલાતા વૈશ્વિક સમીકરણો અને વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખતા ભારત હવે દાયકાઓ જૂના માપદંડોને અલવિદા કહેવાની તૈયારીમાં છે.

શું બદલાશે?

* 1961 પછી પ્રથમ વખત શહેરી-ગ્રામીણ માપદંડોમાં ફેરફાર
* ગામની ઓળખ માત્ર વસ્તીથી નહીં, સુવિધાઓથી નક્કી થશે
* ડિજિટલ અને આર્થિક વિકાસને મહત્વ મળશે

હાલના નિયમો શું કહે છે?

* વસ્તી 5,000થી વધુ
* પ્રતિ ચો.કિમી 400થી વધુ લોકો
* 75% પુરુષ કાર્યબળ બિન-ખેતી ક્ષેત્રમાં
આ ત્રણ શરતો પૂરી થાય તો વિસ્તાર ‘સેન્સસ ટાઉન’ ગણાય છે.

નવા સંભવિત માપદંડો

* વસ્તીની ગીચતા
* બિલ્ટ-અપ વિસ્તાર
* બિન-ખેતી રોજગાર
* ડિજિટલ કનેક્ટિવિટી
* સીવરેજ અને કચરા વ્યવસ્થાપન
* દૈનિક અવરજવરનું પ્રમાણ

UN શું કહે છે?

* ભારતની સત્તાવાર શહેરી વસ્તી : 36%
* UN પદ્ધતિ મુજબ શહેરી અસર હેઠળની વસ્તી : લગભગ 80%
* સેટેલાઇટ અને વસ્તી ગીચતા આધારે ગણતરી

શહેર જાહેર થવાથી શું ફાયદો?

* વિશેષ સરકારી ગ્રાન્ટ
* માસ્ટર પ્લાનિંગ
* રોડ, પાણી અને ડ્રેનેજમાં સુધારો
* રોકાણ અને રોજગારીની તકોમાં વધારો

જોખમો પણ ઓછા નથી

* પ્રદૂષણમાં વધારો
* કચરા વ્યવસ્થાપનની સમસ્યા
* ટ્રાફિક દબાણ
* ગુનાખોરી વધવાનો ભય

ભારતની હાલની સ્થિતિ

* કુલ ગામડાં : 6,40,930
* કુલ શહેરો : 7,935
* ગ્રામ્ય વસ્તી : 68.9%
* શહેરી વસ્તી : 31.1% (2011ની વસ્તી ગણતરી મુજબ)

2047ના વિકસિત ભારતનું વિઝન

કેન્દ્ર સરકારનો પ્રયાસ એ છે કે દેશના વાસ્તવિક શહેરીકરણને ઓળખીને સંસાધનોની યોગ્ય ફાળવણી થાય. શહેરોની આસપાસના અર્ધ-શહેરી વિસ્તારો માટે અલગ નીતિ બનાવી વિકાસની ગતિ તેજ કરવામાં આવશે.

You Might Also Like

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે
ગાંધીનગર

શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે

Editor By Editor 5 days ago
૩ કરોડનું ક્રિકેટ ગ્રાઉન્ડ બે વર્ષમાં ૬ કરોડે પહોંચ્યું!
માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી
આરએસી મુસાફરોને મોટી રાહત! હવે કન્ફર્મ ટિકિટધારકો જેવી જ મળશે સંપૂર્ણ બેડરોલ કીટ
ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?