પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ દ્વારા રવિવારે કાર્યકારણી ગઠન
ખાલી જગ્યા ભરવા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી ૨૬/૦૭/૨૦૨૬ ના રોજ ભારતીય મઝદૂર સંઘ (BMS) ઔધોગીક એકમ ભારતીય રેલવે મઝદૂર સંઘ(BRMS) સંબંધ પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ (PRKP) રાજકોટનું મંડળ અધિવેશન ભારતીય મઝદૂર સંઘ(BMS) ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને રાજકોટ રેલવે લોકો કોલોની સમુદાયિક ભવન ખાતે મળી રહેલ છે.
ઉપરોક અધિવેશનમાં પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદના મહામંત્રી પ્રશાંત પાંડે,સંગઠન મંત્રી શિવલેહરી શર્મા,સહાયક મહામંત્રી કલ્યાણસિહં ભદુરિયા,ઉપરાંત પશ્ચિમ રેલવ ના છેયે મંડળ ના પદાધિકારીયો ઉપરાંત રેલવે વિભાગમાં કાર્યરત કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત અધિવેશન માં રેલવે વિભાગ માં કાર્યરત કર્મચારીઓ ના પડતર પ્રશ્નો જેવાકે આંતર મંડળ,આંતર રેલવે સ્થાનતરણ, પ્રમોશન,અધિકારિયો દ્વારા વિના કારણે થતી હેરાનગતિ,રેલવે વિભાગ માં લાંબા સમય થી ખાલી પડેલી જગ્યા ભરવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવા માં આવશે.
આ ઉપરાંત પશ્ચિમ રેલવે કર્મચારી પરિષધ(PRKP) રાજકોટ મંડળ ની કાર્યકારણી નું ગઠન કરવા માં આવનાર છે. ઉપરોક અધિવેશમાં વધારેમાં વધારે કર્મચારી ઉપસ્થિત રહી ને અધિવેશન ને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવેછે.


