જથ્થાબંધ મોંઘવારી ૪3 મહિનાની ઊંચી સપાટીએ, મે મહિનામાં ૯.૬૮ ટકા પહોંચી
વાણિજય મંત્રાલય દ્વારા આંકડા જાહેર કરાયા : છુટક મોંઘવારી 3.૯3 થઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી (WPI) વધીને 9.68% પર પહોંચી ગઈ છે. આ પહેલા એપ્રિલમાં તે 8.30% પર હતી. મે મહિનામાં મોંઘવારી 43 મહિનામાં સૌથી વધુ છે. સપ્ટેમ્બર 2022માં તે 10.70% પર પહોંચી ગઈ હતી. વાણિજ્ય મંત્રાલયે 15 જૂને જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.
મોંઘવારી વધવાનું કારણ રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવ વધવા છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધેલો છે. જો આ તણાવ લાંબો ચાલશે તો મોંઘવારી આગળ વધી શકે છે.
જથ્થાબંધ મોંઘવારીના ચાર ભાગ છે. પ્રાઇમરી આર્ટિકલ, જેનું વેઇટેજ 22.62% છે. ફ્યુઅલ એન્ડ પાવરનું વેઇટેજ 13.15% અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનું વેઇટેજ સૌથી વધુ 64.23% છે. પ્રાઇમરી આર્ટિકલના પણ ચાર ભાગ છે. ખાદ્ય પદાર્થો જેમ કે અનાજ, ઘઉં, શાકભાજી, બિન-ખાદ્ય પદાર્થોમાં તેલીબિયાં આવે છે, ખનિજો ક્રૂડ પેટ્રોલિયમનો સમાવેશ થાય છે.
મે મહિનામાં છૂટક મોંઘવારી વધીને 3.93% પર પહોંચી ગઈ, જે એપ્રિલમાં 3.48% હતી. છેલ્લા 5 મહિનામાં આ પહેલીવાર છે જ્યારે છૂટક મોંઘવારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 4% ના લક્ષ્યની ખૂબ નજીક પહોંચી ગઈ છે.
જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી વધતી રહેવાથી મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPI ને નિયંત્રિત કરી શકે છે.
જેમ કે, ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સ કપાત એક મર્યાદામાં જ ઓછી કરી શકે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું વધુ વેઇટેજ હોય છે.


