By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી

Editor
Last updated: 2026/07/30 at 3:24 PM
4 hours ago
Share
વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી
SHARE

વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી

શાપરમાં દોઢ કિલો ગાંજા સાથે રૂ.1.11 લાખનો મુદ્દામાલ જપ્ત, જ્યારે જેતપુરમાં મકાનમાંથી ગાંજો, વજન કાંટો અને વેચાણની સાધનસામગ્રી મળી આવી

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે શરૂ કરાયેલા અભિયાન હેઠળ શાપર અને જેતપુરમાં બે અલગ-અલગ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને દરોડામાં ગાંજાનો જથ્થો ઝડપાઈ આવતા એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને શાપરમાં ઝડપાયેલ આરોપી પોલીસની નજરમાંથી બચવા માટે માથાની ટાલ ઢાંકવા વિગ પહેરી વેશપલટો કરી ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે તમામ પોલીસ મથકોને સઘન ચેકિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તે અનુસંધાને શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. રાણા અને તેમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે વેરાવળ-પડવલા રોડ પર પાવર હાઉસની પાછળ એક વ્યક્તિ બાઈક પર બેસી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સલીમ ઉર્ફે હનીફ હમીર હીંગોરા (ઉ.વ. 44), મૂળ જૂનાગઢનો અને હાલ શાપરમાં રહેતો, માથાની ટાલ છુપાવવા વિગ પહેરીને વેશપલટો કરતો હતો જેથી લોકો તેમજ પોલીસને શંકા ન જાય. તેની પાસેથી 1 કિલો 594 ગ્રામ ગાંજાનો જથ્થો, એક બાઈક અને મોબાઈલ મળી કુલ અંદાજે રૂ.1.11 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે તેમજ તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં પીઆઈ આર.બી. રાણાની રાહબરી હેઠળ પીએસઆઈ આર.ડી. સોલંકી, એએસઆઈ દિવ્યરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઈ ધાધલ, દિનેશભાઈ ખાટરીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
બીજી તરફ જેતપુર સીટી પોલીસને પણ માદક પદાર્થોના વેચાણ અંગે મળેલી બાતમીના આધારે સફળતા મળી હતી. પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ બી.ડી. મારુ અને તેમની ટીમને હેડ કોન્સ્ટેબલ સાગર મકવાણા મારફતે માહિતી મળી હતી કે ખીરસરા રોડ પર રહેતા સાનીર ઉર્ફે શાહનવાજ યુસુફશા શાહમદારના મકાનમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે.
આ માહિતીના આધારે પોલીસે મકાન પર દરોડો પાડતાં અંદરથી 107 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ઉપરાંત ગાંજાનું વેચાણ કરવા ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની કોથળીઓ, ઇલેક્ટ્રિક વજન કાંટો અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા. આરોપી સાનીર ઉર્ફે શાહનવાજ યુસુફશા શાહમદાર (ઉ.વ. 28)ની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ બંને કાર્યવાહી માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની ઝુંબેશનો એક ભાગ છે. ઝડપાયેલા આરોપીઓના સંપર્કો, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવા તત્ત્વો સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.

You Might Also Like

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી

રાજુલાના કોટડી ગામે સસલાનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ

ઉપલેટા બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં હાઈકોર્ટ બેંચની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વકીલો હડતાળ પર ઉતર્યા

લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન

ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી થશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
ગુજરાત

ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

Editor By Editor 4 hours ago
રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ
 ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય
 ભારે વરસાદના કારણે હાઇવે ધોવાયા: રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરથી ST બસની 227 ટ્રિપ રદ
કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?