5 જૂન સમગ્ર સૃષ્ટિના જીવોને સંપૂર્ણ રીતે સ્વસ્થ જીવન જીવવાનો દિવસ
માણસ વૃક્ષ વાવીને તેની માવજત કરે તો જ પર્યાવરણ દિવસની સાચી ઉજવણી થશે – દિનેશભાઈ પટેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
5 જૂનના દિવસે વૈશ્વિક પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પર્યાવરણની જાગૃતિ, સર્વે જીવો નું સંરક્ષણ અને દેશનો વિકાસ માટેની જવાબદારી. આ દિવસે વિવિધ કાર્યક્રમો, જેવા કે વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, અને પર્યાવરણ ના જતન અંગેના સેમિનારો યોજાય છે, જેથી લોકો પર્યાવરણની મહત્વતા સમજવા અને તેની સુરક્ષા માટે પ્રેરિત થાય છે.
કુદરતી સ્ત્રોત (પંચ મહાભૂત) નો ભરપૂર યોગ્ય રીતે ઉપયોગ કરીએ ડીઝલ અને પેટ્રોલના વાહન કરતા ઈલેક્ટ્રોનિક વાહનો વાપરીને તેનાથી પર્યાવરણની રક્ષા સાથે દેશનો પણ વિકાસ થશે. પરિવાર અને પ્રકૃતિની રક્ષા માટે પરિવારના સભ્યની સ્મૃતિ સ્વરૂપે વૃક્ષો વાવીને કે ચેક ડેમ બનાવીને કાયમી યાદગાર બનાવીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને ગંદકીના ફેલાવી પર્યાવરણનું રક્ષણ કરીએ.
ખરાબા કે નદીના પાણી રોકવા દરેક ગામ નદીમાં પાણી રોકાઇ માટે પાકા ચેકડેમ બાંધીને ડેમ ને ઊંડા કરીને વરસાદના પાણી જમીનમા ઉતારવા જોઈ જેનાથી જમીનમા પાણીના લેવલ ઊંચા આવવાથી વૃક્ષોને પાણી મળવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને પશુ-પક્ષી જીવજંતુની રક્ષા સાથે માનવ માટે ખેત ઉત્પાદનમા શુધ્ધ પાણી મળે તેથી કેમિકલ કે દવાની જરૂરત ન પડે અને પાવર પણ ઓછો ઉપયોગ થાય, આજ રીતે થર્મલ, પાણી થી કે ન્યુ ક્લિયરથી ખર્ચાળ અને પ્રદૂષણ ઉત્પન્ન થયેલી વીજળી કરતા સોલાર અને પવન ચક્કીનો ઉપયોગ વધારે કરી. સૌથી ખરાબ એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને તેના વિકલ્પ માટે બાયોમાસ કે કપડાનો ઉપયોગ કરીએ. તો આપણે પરિવાર ને સર્વ જીવો ની સાથે સુખી સમૃદ્ધ રહેવું હોય તો 365 દિવસ પર્યાવરણ નું જતન કરીએ અને કરાવીએ.


