હળવદમાં ચાલુ કારમાં દારૂ પીતા આપના બે નેતાઓ ઝડપાયા
રૂ.3.૨૨ લાખનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, હળવદ
હળવદ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન આમ આદમી પાર્ટીનાં નેતાઓ ચાલું વાહને દારૂની મહેફીલ માણતા મળી આવેલ આરોપી હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા રહે-હળવદ રુદ્રપાર્ક – ૧ (આમ આદમી પાર્ટીનાં ચરાડવા જીલ્લા પંચાયતનાં પ્રભારી ) તથા વિકાસકુમાર વિજયકુમાર રહે- દિલ્હી (દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યકર,તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાન સભા વિસ્તારનાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા એક હુંડાઈ આઈ-૧૦ કાર રજી નં- GJ-13-AH- 2321 કિ.રૂા.૩૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂા.૨૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૩,૨૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ પ્રોહિબીશન તથા મોટર વ્હિકલ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


