રાણી રેસીડેન્સી હાઉસિંગ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યકમો યોજાયા: આગામી આયોજન અંગે ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાણી રેસિડન્સી હાઉસિંગ સોસાયટી, રાજકોટ ખાતે વર્ષ 2025–26 દરમિયાન વિવિધ વિકાસકારી, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા અને જાગૃતિને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોને આગ જેવી આફતમાં કેવી રીતે સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમોમાં રામધૂન, સત્સંગ, હનુમાન ચાલીસા પાઠ અને વિશ્વ નવકાર દિવસ નિમિત્તે ભાવપૂર્વક કાર્યક્રમો યોજાયા હતા. સોસાયટીમાં સાંસ્કૃતિક અને સામાજિક એકતા વધારવા માટે વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવી. શરદ પૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રપૂજન અને દૂધપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સાંસ્કૃતિક પરંપરાનો આનંદ માણ્યો. ગણપતિ મહોત્સવ દરમ્યાન શોભાયાત્રા, મ્યુઝિકલ નાઈટ, અન્નકૂટ, લેડીઝ અને બાળકોની ગેમ્સ, સત્યનારાયણ કથા, ભજન-કીર્તન અને હનુમાન ચાલીસા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી દર્શીતાબેન શાહ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી દરમિયાન દરરોજ ગરબા અને વિવિધ નાસ્તા/પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા અને એકતા તથા આનંદનો માહોલ સર્જાયો. નવા રસ્તા નિર્માણ બદલ ધારાસભ્ય દર્શીતાબેન શાહનો આભાર અનીતાબેન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. સોસાયટીના ખર્ચોને પહોંચી વળવા માટે સભ્યો પાસેથી રૂપિયા 10,000 જમા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. વર્ષના અંતે નવા વર્ષના સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું. રાણી રેસિડન્સી હાઉસિંગ સોસાયટી, રાજકોટ ખાતે યોજાયેલી સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે દર્શીતાબેન શાહ હાજર રહી સભાને ગૌરવવંતી બનાવી હતી. આ પ્રસંગે રાજકોટ કોર્પોરેશન 2026, વોર્ડ નં. 9 ના ઉમેદવારો તરીકે રાજુભાઈ અઘેરા, જયસુખભાઈ કાથરોટીયા, દક્ષાબેન વસાણી, જનકીબેન કાટોળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.


