By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 hour ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    5 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી

Editor
Last updated: 2026/04/20 at 4:19 PM
7 minutes ago
Share
અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી
SHARE

અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી

રાજકોટ આરટીઓ અને રૂલર દ્વારા છ જેટલા અકસ્માત ઝોન જાહેર કરાયા : સૌથી વધારે ક્રિષ્ના વે-બ્રીજનો વળાંક ખતરનાક : ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૨૬ લોકોના મોત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ પાસેથી પસાર થાવ તો વાહન જાળવીને ચલાવજો! કારણ કે, ત્યાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023થી 2025) 45 ગંભીર અકસ્માત થયા છે અને 26 વાહનચાલકો મોતને ભેટ્યા છે. શહેરના ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુના મોત થયા છે.

રાજકોટ RTOના અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, રાજકોટ શહેર અને રૂરલ વિસ્તારમાં અલગ-અલગ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવતા હોય છે. સિટી વિસ્તારમાં રોડ બનાવતી એજન્સી, RTO અને પોલીસની જોઈન્ટ કમિટી બનાવવામાં આવે છે. સિટી વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા અને રૂરલ વિસ્તારમાં કલેક્ટર દ્વારા બ્લેક સ્પોટનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવે છે. બ્લેક સ્પોટ એટલે 500 મીટરનો એવો રસ્તો કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5થી વધુ ગંભીર અકસ્માતો થયા હોય અને 10થી વધુ મોત થયા હોય.

વધુમાં ઇન્દ્રજીત ટાંકે ઉમેર્યું કે, રાજકોટ શહેરમાં 3 અને રૂરલમાં 3 બ્લેક સ્પોટ છે. જેમાં શહેરમાં કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-મોરબી હાઈવે પર ગૌરીદડ ગામ રોડ, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક અને આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-અમદાવાદ-ગોંડલ હાઈવે પર સ્વાતિ પાર્ક મેઇન રોડ પાસે ક્રિષ્ના વે બ્રિજ છે. જ્યારે રાજકોટ રૂરલમાં શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર કિશન પેટ્રોલ પંપ અને ખોડીયાર હોટેલ, મારુતિ પેટ્રોલ પંપ અને શાપર પૂલ ઉતરતા એમ કુલ 3 બ્લેક સ્પોટનો સમાવેશ થાય છે.

બ્લેક સ્પોટ રિમૂવ માટે બે પ્રકારના પગલા લેવાતા હોય છે, જેમાં શોર્ટ ટર્મ મેઝર અને લોંગ ટર્મ મેઝરનો સમાવેશ થાય છે. શોર્ટ ટર્મ મેઝરમાં રબ્બર સ્ટ્રીપ, લાઇટ અને રોડ શેફ્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવે છે. બ્લેક સ્પોટ હોય ત્યાં ભયજનક રોડના બોર્ડ લગાવવામાં આવતા હોય છે, જેથી અહીંથી લોકો પસાર થાય ત્યારે તકેદારી રાખે જેથી અકસ્માતો અને મૃત્યુને નિવારી શકાય.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં વર્ષ 2022થી 2024 દરમિયાનના 56 બ્લેક સ્પોટ હોવાનું સામે આવ્યું છે. રાજ્યની RTO કચેરી દ્વારા તમામ શહેર અને જિલ્લાની કટેરી પાસેથી માહિતી મંગાવવામાં આવી છે. આવનારા દિવસોમાં નવા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવનાર છે. રાજકોટ RTOએ શહેરમાં 6 અકસ્માત ઝોન જાહેર કરી, ત્યાં રોડ સેફ્ટી માટેની કાર્યવાહી કરવામાં આવી છે.

You Might Also Like

રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો

રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ

બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ

સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો

તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ
ગુજરાત

ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ

Editor By Editor 42 minutes ago
પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર
 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત
 રંગીલાવાસીઓ શેકાયા : રાજકોટ ૪૧.૯ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર
મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?