સિમ્પલ એડના એકાઉન્ટન્ટ બિપીન રાઠોડના બી.આર.એસોસીએટસનો શુભારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની જાણીતી એડ એજન્સી સિમ્પલ એડમાં ૨૪ વર્ષથી એકાઉન્ટસનું કામ સંભાળતા એડવોકેટ બિપીનભાઇ રાઠોડ પોતાના સૌમ્ય સ્વભાવ અને આગવી કુનેહથી આગળ વધી પોતાના વ્યવસાયના વ્યાપ માટે સાધુ વાસવાણી રોડ ઉપર આઇકોન-૨ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે બી.આર.એસોસીએટસનો અખાત્રીસના દિવસે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમના પિતા રાજુભાઇ રાઠોડ અને માતા કંચનબેન રાઠોડના હસ્તે ખુલ્લા મુકવામાં આવેલ બી.આર.એસોસીએટસમાં ઇન્કમટેક્ષ, સેલ ટેક્ષ, જીએસટી સહિત ટેક્ષેસનને લગતી તમામ સર્વિસ આપવામાં આવશે. એડવોકેટ બિપીનભાઇ રાઠોડ અને જાગૃતિબેન રાઠોડના આ નવા સાહસ બદલ સિમ્પલ એડ. પરિવાર, મિત્રો, અને સ્નેહીજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


