By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરિવારજનો વચ્ચે વડીલોપાર્જિત મિલ્કત વિવાદ મામલે કોર્ટેનો સ્ટેટસ ક્વોનો હુકમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પરિવારજનો વચ્ચે વડીલોપાર્જિત મિલ્કત વિવાદ મામલે કોર્ટેનો સ્ટેટસ ક્વોનો હુકમ

Editor
Last updated: 2026/04/22 at 4:38 PM
2 months ago
Share
પરિવારજનો વચ્ચે વડીલોપાર્જિત મિલ્કત વિવાદ મામલે કોર્ટેનો સ્ટેટસ ક્વોનો હુકમ
SHARE

પરિવારજનો વચ્ચે વડીલોપાર્જિત મિલ્કત વિવાદ મામલે કોર્ટેનો સ્ટેટસ ક્વોનો હુકમ

મકાન પર કબ્જો, ત્રાસ અને તોડફોડના આક્ષેપ વચ્ચે વાદી નિર્મળાબેનને રાહત; પ્રતિવાદીઓને ફેરફાર ન કરવા કોર્ટનો આદેશ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં પરિવારજનો વચ્ચે ચાલતા મિલ્કત વિવાદ મામલે સિવિલ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ હુકમ આપવામાં આવ્યો છે. વાદી નિર્મળાબેન મોતીલાલ ટાંક દ્વારા દાખલ કરાયેલા કેસમાં કોર્ટે પ્રાથમિક રીતે સ્ટેટસ ક્વો જાળવવાનો આદેશ આપતાં પ્રતિવાદીઓને મકાનમાં કોઈપણ પ્રકારના ફેરફાર ન કરવા નિર્દેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, નિર્મળાબેન ટાંકને તેમના ભાઈઓ સાથે થયેલી કૌટુંબિક સમજૂતી મુજબ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જીરાગઢ ગામે આવેલી વડીલોપાત ખેતીની જમીનમાં મળતા હિસ્સાના બદલે રાજકોટના રૈયા વિસ્તાર સ્થિત સોમનાથ-3, શેરી નં.1 ખાતે આવેલ મકાન આપવામાં આવ્યું હતું. આ અંગે લેખિત સમજૂતી કરાર પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મકાનનો કબ્જો નિર્મળાબેનને સોંપવામાં આવ્યો હતો.
પરંતુ નિર્મળાબેન મુજબ, તેઓ 7 ફેબ્રુઆરી 2026ના રોજ રાજકોટ પરત ફર્યા ત્યારે મકાનનું તાળું ખૂલેલું હતું અને પ્રતિવાદીઓએ મકાનના બે રૂમમાં પોતાનો સામાન રાખી કબ્જો કરી લીધો હતો. શરૂઆતમાં પરિવારજનો હોવાને કારણે કાનૂની કાર્યવાહી ટાળવામાં આવી હતી, કારણ કે પ્રતિવાદીઓએ થોડા સમયમાં રૂમ ખાલી કરી આપવાનું વચન આપ્યું હતું.
આક્ષેપ મુજબ, બાદમાં પ્રતિવાદીઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો રહ્યો અને મકાનમાં શાંતિથી રહેવા દેવામાં આવતું નહોતું. વધુમાં મકાનમાં ગેરકાયદેસર રીતે કબ્જો જાળવી રાખીને વિજળી અને ગેસ કનેક્શન કપાવી નાખ્યા હતા. પ્રતિવાદીઓના પુત્ર દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી બિલ પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો પણ આરોપ છે.
નિર્મળાબેને આક્ષેપ કર્યો છે કે તેમને ઘર છોડવા મજબૂર કરવા માટે ગુંડા તત્વોને બોલાવી મકાનના સંડાસ-બાથરૂમ તોડી પાડવામાં આવ્યા અને આખું મકાન ધરાશાયી કરવાની ધમકીઓ આપવામાં આવી. આ મામલે અનેકવાર પોલીસમાં અરજી કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં તેઓએ અંતે કોર્ટનો સહારો લીધો હતો. વાદીએ રાજકોટ સિવિલ કોર્ટમાં પ્રતિવાદીઓને મકાનમાં બળજબરીથી પ્રવેશ કરતા રોકવા અને તોડફોડ ન કરવા માટે મનાઈ હુકમ સાથે દાવો દાખલ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન વાદી તરફથી એડવોકેટ હરેશ બી. પરસોંડાએ દલીલ કરી હતી કે પ્રતિવાદીઓની વર્તણૂકને ધ્યાનમાં લેતા મકાનને નુકસાન પહોંચાડવાની ગંભીર શક્યતા છે અને વાદીની પ્રાથમિક જરૂરિયાતો પણ બંધ કરવામાં આવી છે.
દલીલો સાંભળ્યા બાદ રાજકોટના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ ડી.ડી. શાહએ વાદીની સ્ટેટસ ક્વોની અરજી મંજુર કરી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે પ્રતિવાદીઓ અથવા તેમના પ્રતિનિધિઓ દ્વારા મકાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે અને હાલની સ્થિતિ યથાવત્ રાખવામાં આવે, જ્યાં સુધી તેઓ કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ ન કરે.
આ કેસમાં વાદી તરફથી એડવોકેટ હરેશ બી. પરસોંડા, દિવ્યેશ લાખાણી, જેનીલ પરસોંડા, જયદિપ જાગાણી, પ્રભાત પરસોંડા, પુજા પરસોંડા, રોનક વસોયા, પિયુષ ઝાલા, ગોપાલ મકવાણા, રોનક દેસાઈ, જયદિપ રાઠોડ, દેવદીપસિંહ ગોહેલ, અર્શ શેરસીયા, ભૂમિકા અજાણી, ઋષીરાજ જે. ચૌહાણ સહિતની ટીમે કાનૂની લડત સંભાળી હતી. કોર્ટે આપેલા આ હુકમથી વાદીને તાત્કાલિક રાહત મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ
રાજકોટ

MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ

Editor By Editor 13 hours ago
માહિતી ખાતાની પરીક્ષામાં CCDCના ૧૮ વિદ્યાર્થીઓએ મેળવી સફળતા
 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી
રાજકોટ-મોરબીમાં દારૂના બે દરોડામાં 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
વીરપુર ખાતે કન્યા અને કુમાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?