By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    17 minutes ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    7 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોહ ભંગ! અમેરિકા છોડી ૪૦ ટકા ભારતીયો સ્વદેશી પરતની તૈયારીમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મોહ ભંગ! અમેરિકા છોડી ૪૦ ટકા ભારતીયો સ્વદેશી પરતની તૈયારીમાં

Editor
Last updated: 2026/04/22 at 5:01 PM
12 minutes ago
Share
મોહ ભંગ! અમેરિકા છોડી ૪૦ ટકા ભારતીયો સ્વદેશી પરતની તૈયારીમાં
SHARE

કાર્નેગીના સર્વેમાં સામે આવેલા તારણો

મોહ ભંગ! અમેરિકા છોડી ૪૦ ટકા ભારતીયો સ્વદેશી પરતની તૈયારીમાં

દર ૧૦માંથી ૪ હિન્દુસ્તાનીમાં અમેરિકા છોડવાનો નિર્ણય : રાજકીય અસ્થિરતા, ગ્રીનકાર્ડની રાહ અને વધતી મોંઘવારી મુખ્ય કારણો

અમેરિકાની કુલ વસ્તીના ૧.૫ ટકા હોવા છતાં ટેકસ બેઝમાં ભારતીયોનું ૬ ટકા યોગદાન : છેતરાયા હોવાનો અહેસાસ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

વર્ષો સુધી જે ‘અમેરિકન ડ્રીમ’ પાછળ લાખો ભારતીયો પાગલ હતા, હવે તે સપનું વિખેરાઈ રહ્યું હોય તેમ લાગે છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના 2026ના તાજેતરના સર્વે મુજબ, દર 10માંથી 4 ભારતીય-અમેરિકનો હવે અમેરિકા છોડવાનું વિચારી રહ્યા છે. રાજકીય અસ્થિરતા, ગ્રીન કાર્ડનો અનંત ઇંતજાર અને વધતી મોંઘવારી આ પાછળના મુખ્ય કારણો છે.ગઈકાલ સુધી જે લોકો ડોલરમાં કમાવવા અને સિલિકોન વેલીમાં વસવાના સપના જોતા હતા, આજે તેમાંથી દર ચોથો વ્યક્તિ પોતાનો સામાન સંકેલવાનું વિચારી રહ્યો છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના 2026ના રિપોર્ટે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આખરે મહાશક્તિ કહેવાતા અમેરિકામાં એવું શું થયું કે 40% ભારતીયો હવે ત્યાંથી ભાગવા માંગે છે?

ફેબ્રુઆરી અને એપ્રિલ 2026 વચ્ચે આવેલા કાર્નેગી એન્ડોમેન્ટના આંકડા દર્શાવે છે કે ભારતીય-અમેરિકન સમુદાય હવે એક ‘ટર્બ્યુલન્સ’ એટલે કે અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સર્વે મુજબ, આશરે 40% ભારતીયો હવે અમેરિકા છોડવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. આ કોઈ નાની સંખ્યા નથી. આ એવા સમુદાયની વાત છે જે અમેરિકાની કુલ વસ્તીના માત્ર 1.5% હોવા છતાં ત્યાંના ટેક્સ બેઝમાં 6% યોગદાન આપે છે. પરંતુ આજે આ ‘સૌથી સફળ માઈનોરિટી’ પોતે છેતરાયા હોવાનું અનુભવી રહી છે.

સ્થળાંતરનો વિચાર રાખનારા 58% લોકોએ સૌથી મોટું કારણ ‘રાજકીય માહોલ’ જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન તણાવ વધ્યો છે. 71% ભારતીય-અમેરિકનો ટ્રમ્પના કામકાજથી અસંતુષ્ટ છે. નિષ્ણાતો માને છે કે ધાર્મિક સમાવેશ અને પોતાનાપણાની ભાવનામાં આવેલી કમીએ ભારતીયોને બેચેન કરી દીધા છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રની કેટલીક નીતિઓએ એવો સંદેશ આપ્યો છે કે ‘અમેરિકા ફક્ત અમેરિકનો માટે છે’, જેનાથી ભારતીયોના મનમાં પોતાની ઓળખને લઈને સવાલો ઉભા થયા છે

ઇમિગ્રેશન સિસ્ટમની નિષ્ફળતા સૌથી મોટું કારણ છે. એપ્રિલ 2026ના વિઝા બુલેટિન મુજબ, EB-2 અને EB-3 કેટેગરીમાં કટ-ઓફ ડેટ હજુ પણ 2013-14 પર અટકેલી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે વર્તમાન ગતિએ ગ્રીન કાર્ડ મેળવવામાં 70 વર્ષ જેટલો સમય લાગી શકે છે, જેનો અર્થ છે કે આખી જિંદગી અનિશ્ચિતતામાં વીતી શકે છે.

આર્થિક વ્યવસ્થાનું ભારણ

અમેરિકામાં હવે જીવન નિર્વાહ ખૂબ મોંઘો બન્યો છે. એક અંદાજ મુજબ, ત્યાં એક બાળકને 18 વર્ષ સુધી ઉછેરવાનો ખર્ચ આશરે 2.50 કરોડ રૂપિયા ($301,970) પર પહોંચ્યો છે. ન્યુયોર્ક અને સેન ફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં ઘરના ભાડા અને હેલ્થકેર ખર્ચ મધ્યમ વર્ગની કમર તોડી રહ્યા છે.

દેશ પ્રત્યે સંવેદનશીલતા

બીજી તરફ, ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને બેંગલુરુ-હૈદરાબાદ જેવા ટેક હબ્સ ભારતીયોને આકર્ષી રહ્યા છે. જે સુવિધાઓ માટે લોકો અમેરિકા જતા હતા, તે હવે ભારતમાં સ્પર્ધાત્મક પગાર સાથે મળી રહી છે. આ કારણે ‘હોમ કમિંગ’ અથવા રિવર્સ માઈગ્રેશનનો ટ્રેન્ડ તેજી પકડી રહ્યો છે.

You Might Also Like

માળિયા-મિંયાણા નજીક પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીંકી મોરબીના યુવાનની હત્યા

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીગ્રામમાં 320.66 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
રાજકોટ

ગાંધીગ્રામમાં 320.66 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

Editor By Editor 2 days ago
તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે
રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા
જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મીઓને લઘુતમ વેતન ચૂકવવા આદેશ
ધારીમાં યાત્રાધામ જીવનમુક્તેશ્વર મંદિરે અધિક માસમાં સામૂહિક ૫૧ પોથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?