ધોરાજીમાં મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ‘હજજ તબિંયત ઇજતેમા’ કાર્યક્રમ યોજાયો
મદીના શરીફના આદાબની સરળ સમજ અપાઈ
અગ્ર ગુજરાત, ધોરાજી
મદ્રસ-એ-મસ્કીનિયહ ટ્રસ્ટ બોર્ડ ધોરાજી તરફ થી શાહજી હોલ ખાતે ‘હજજ તબિંયત ઇજતેમા’ નું આજ તા:-૨૨-૦૪-૨૦૨૬ ના શાનદાર આયોજન કરવામાં આવેલ હતું. જેમા ધોરાજી ત્થા ઉપલેટા શહેર માં હજજ પર જનાર હાજી ઓ હાજર રહયા હતા.
ઉપરોકત ઇજતેમા માં ટ્રેનર હાફિઝ અબ્દુર્રહીમ સાહબ બરકાતી (મુબલ્લિગે સુન્ની દાવતે ઇસ્લામી) પ્રેક્ટિકલ રીતે હજજ ના અરકાન-મસાઇલ-સફા/મરવાહ- આબે ઝમઝમ-
હાજરી એ મદીના શરીફ ના આદાબ ની સરળ રીતે સમજ આપી હતી.
ઉપરોકત ઇજતેમા સવાર ના નવ વાગ્યા થી સાંજે અસર ની નમાઝ સુધી શરુ રહેલ, દરમિયાન ઝોહર ની નમાઝ અને એ પછી ન્યાઝ શરીફ નો આયોજન રાખવામાં આવેલ હતું.
ઉપરોકત ઇજતેમા માં હજજ શરીફ ની મસાઇલ માટે ખાસ ઉપસ્થિત હાફિઝ અબ્દુર્રહીમ સાહબ બરકાતી નું મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ તરફ થી વિશેષ સન્માન કરવામાં આવેલ તેમજ હજજ માટે જનાર હાજી ઓ માટે વરસો થી સેવા આપનાર, હાજી ઓ ના ફોર્મ થી લગાવી તમામ બાબતો માં ખુબ મદદરૂપ થનાર ગુજરાત રાજય હજ કમિટી-ફિલ્ડ ટ્રેનર, રાજકોટ જિલ્લો ના ૧૭ વરસ થી સતત સેવા આપનાર હાજી યામીનભાઇ હાજી હમીદ ઝુનઝુનિયા
ને તેમની અવિરત સેવા ના પ્રદાન રૂપે મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ તરફ થી સંસ્થા ના પ્રમુખ હાજી અફરોઝ હાજી હારુન લકડકુટા, અને સંસ્થા ના ટ્રસ્ટ ગણ, શિક્ષક-ગણ ત્થા ડો.અકીમ એ. ચામડીયા હસ્તે શાલ ઓઢાડી સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતું. ઇજતેમા માં બહેનો માટે અલગ થી સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. હાજર તમામ હાજી ઓ નું સંસ્થા તરફ થી ફૂલહાર કરવામાં આવેલ તેમજ કાર્યક્રમ ના અંતે વિશ્ર્વ શાંતિ અને અમન ચૈન માટે દુઆ-એ-ખૈર કરવામાં આવેલ હતું.
ઉપરોકત કેમ્પ માં સંસ્થા ના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ મુફતી નવાઝ મૌલાના સાહેબ, મુફતી મુનવવર રઝા સાહેબ, જનાબ સુફી સાહેબ,સૈયદ શકીલ મૌલાના સાહેબ અન્નય શિક્ષક-ગણ, સંસ્થા ના પેઇડ સેક્રેટરી યાસીનભાઈ નુરાની, સંસ્થા ના વિધાર્થીઓ દ્વારા સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.તેમજ ઉપરોકત ઇજતેમા મા પધારેલ તમામ નું સંસ્થા ના પ્રમુખ હાજી અફરોઝ લકડકુટા, બાશીતભાઇ પાનવાલા, સીરાજભાઇ ધાયા, રફીકભાઇ તુમ્બી, હમીદભાઇ ગોડીલ, નોશાદભાઇ ગોડીલ દ્વારા આભાર માનવામાં આવેલ હતું.


