By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 hour ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામવન પાસે ખાણમાં ઝંપલાવી તો ચાની લારીએ કામ કરતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રામવન પાસે ખાણમાં ઝંપલાવી તો ચાની લારીએ કામ કરતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

Editor
Last updated: 2026/04/24 at 5:20 PM
15 minutes ago
Share
રામવન પાસે ખાણમાં ઝંપલાવી તો ચાની લારીએ કામ કરતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
SHARE

રામવન પાસે ખાણમાં ઝંપલાવી તો ચાની લારીએ કામ કરતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

મિત્રોની નજર સામે 21 વર્ષીય યુવકનું અંતિમ પગલું : RMC ક્વાર્ટરમાં પતિનો લટકતો દેહ જોઈ પત્ની બેભાન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક તરફ સગાઈ થયેલો યુવાન મિત્રોની સામે જ ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવી બેઠો, તો બીજી તરફ પરિવારનું ભરણપોષણ કરતો યુવાન પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા બે નાની દીકરીઓ નિરાધાર બની છે.
પ્રથમ બનાવ ચુનારાવાડ નજીકની સીતારામ સોસાયટી વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેતો 21 વર્ષીય રોહિત બાબુભાઈ કલાડિયા શાકભાજી વેચવાની સાથે મજૂરી કરીને પરિવારને મદદ કરતો હતો. ગત રાત્રે તે હંમેશની જેમ બકાલાની રિક્ષા લઈને બહાર નીકળ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તેણે પોતાના મિત્રને ફોન કરીને જણાવ્યું કે તે રામવન પાસે આવેલી ખાણમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહ્યો છે.
આ જાણ થતાં મિત્રોએ તાત્કાલિક અન્ય મિત્રો સાથે ઘટના સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પહોંચ્યા ત્યારે રોહિત ખાણની કિનારે ઉભો હતો. મિત્રોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, બૂમો પાડી સમજાવ્યો પણ તે કોઈની વાત સાંભળ્યા વગર ઊંડી ખાણમાં ઝંપલાવી ગયો. ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ રાત્રિના અંધકારમાં મૃતદેહ બહાર કાઢ્યો હતો. ચાર મહિના પહેલા જ તેની સગાઈ થયેલી હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો.
બીજો બનાવ શહેરના RMC ક્વાર્ટરમાં બન્યો હતો. અહીં રહેતા 24 વર્ષીય મનોજ મગનદાસ રામાવત ચાની લારી પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત રાત્રે તેઓ પોતાના રૂમમાં ગયા બાદ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. થોડીવાર પછી પત્ની રૂમમાં પ્રવેશતા પતિને પંખાના હૂકમાં લટકતા હાલતમાં જોઈ બૂમાબૂમ કરી હતી.
પત્નીની ચીસો સાંભળી પડોશીઓ દોડી આવ્યા અને મનોજને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મનોજના મોતથી તેમની બે નાની દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.
બંને બનાવોને લઈને પોલીસ દ્વારા અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે અને આપઘાત પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાઓએ સમાજમાં માનસિક તણાવ અને પરિસ્થિતિઓને લઈ જાગૃતિ લાવવાની જરૂરિયાત ફરી એકવાર ઉઠાવી છે.

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો
ગુજરાત

અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો

Editor By Editor 3 days ago
પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઇશ્યુ કરવાની સત્તા રાજયની ચેમ્બરને સોંપવા માંગણી
વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન, રોડશોથી ચૂંટણીનો માહોલ તેજ બન્યો
‘’મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર સાંજે સંવાદ
ગોંડલના રિસોર્ટમાં દિકરાના જન્મદિનની ઉજવણી કરવા ગયેલા પિતાનું સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?