ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ સીસી રોડના વિકાસ કામમાં વેપારીઓના ધંધામાં વિનાશ
સ્ટેટ હાઇવે ઉપર ઠેર ઠેર રસ્તા ખોદવાના કામ ચાલુ, ગરીબ વેપારીઓ ધંધા રોજગાર વગરના થયા
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીમાં જાણે છેલ્લા 15 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું ત્યારથી આટલા વર્ષો વીત્યા છતાં પણ ધોરાજીની જનતાને રાહત મળી નથી એટલું જ નહીં વિકાસના નામે ધોરાજીના વેપારીઓનો ધંધામાં વિનાશ થયો હોય તેવી સ્થિતિ સર્જાણી છે ત્યારે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને રાજકીય પાર્ટીના આગેવાનો જ કમાણા હોય તેવી પણ લોક ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં છેલ્લા 15 વર્ષથી ભૂગર્ભ ગટરના કામ શરૂ થયા ત્યારથી વિકાસના નામે વિનાશ થતો હોય એ પ્રકારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કામ ચાલી રહ્યા છે ત્યારે ધોરાજીના સરદાર ચોક જેતપુર રોડથી એસટી બસ સ્ટેશનના કોર્નર વાળા વિસ્તારમાં સીસી રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા એકાદ મહિનાથી સીસી રોડ તોડવાનું કામ ચાલી રહ્યું છે જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે.
જે અંગે આ વિસ્તારના મિસ્ત્રી કિશોરભાઈ પીસાવાડીયા (કબાડી) એ જણાવેલ કે ધોરાજી સરદાર ચોકથી જેતપુર રોડ એટલે સ્ટેટ હાઇવે ગણાય છે ગામની અંદર પ્રવેશ કરતો આ રસ્તો છે અને આ રોડમાં સીસી રોડ થવા માટે પહેલા ડાયરેક્ટ રોડ બનાવવાનો નક્કી કર્યું હતું. પરંતુ રોડની માથે સીસી રોડ બનાવે તો રોડ ઊંચો આવે અને લોકોના ઘરમાં તેમજ દુકાનોમાં વરસાદનું પાણી જતું રહે જે બાબતે વિરોધ ઊઠતા રોડનું કામ છ મહિના મૃતવી રહ્યું અને છેલ્લા દોઢથી બે મહિના પહેલા કામ શરૂ થયું અને નવા નિયમ પ્રમાણે જુનો રોડ તોડીને નવો સીસી રોડ બનાવો જે બાબતે કોન્ટેક્ટ કામ શરૂ કરતા છેલ્લા એક થી દોઢ મહિનાથી માત્ર jcb થી રોડ તોડવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ ગોકળગાયની ગતિએ કામ ચાલે છે રોડ તોડી નાખ્યા બાદ તેમનો કાટમાળ તાત્કાલિક ત્યાંથી ખસેડી લેવો જોઈએ અને રોડને વન સાઈડ એક તરફથી જ તોડવો જોઈએ આખો રોડ તાત્કાલિક તોડવો ન જોઈએ પરંતુ આખે આખો રોડ તોડી નાખતા રોડનો કાંટમાળ બંને દુકાનોની બાજુમાં ઠાલવી દેતા તમામ ધંધાર્થીઓના ધંધા છેલ્લા બે મહિનાથી બંધ થઈ ગયા છે તેમજ રેસિડેન્ટ જે લોકોના મકાન છે તેમને તેમના ઘરમાં જવું પણ ભારે મુશ્કેલ થઈ ગયું છે આટલી હાલત આ વિસ્તારના લોકોને ખરાબ છે છતાં તંત્ર કે રાજકીય લોકોના પેટનું પાણી હલતો નથી જે ઘણી દુઃખદ બાબત કહેવાય.
આમ જોઈએ તો પ્રજાનો સાંભળવા વાળા કોઈ ન હોય તેવું દેખાઈ રહ્યું છે અંધેરી નગરીને ગંડુ રાજા એ પ્રકારનો માહોલ સર્જાયો છે આ વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ લોકોને વેદના સાંભળવા આવતા નથી…?
વિકાસમાં અનેક શહેરોમાં થતા હોય છે પરંતુ ધોરાજીમાં જે પ્રકારે થાય છે તે ખરેખર યોગ્ય નથી સરકારના ગાઈડલાઇન્સ અને નિયમ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે જ્યારે જ્યારે કોઈ કામ થતું હોય ત્યારે એમના નિયમોના બોર્ડ લગાડવા પડતા હોય છે અને જાહેર રસ્તો ચાલુ રાખવો જોઈએ અથવા તો વેપારીઓને કોઈ નુકસાન ન થાય તે પ્રકારનું કામ કરવું જોઈએ જ્યારે રોડ ખોદતા હોય ત્યારે રોડનો તાત્કાલિક અસરથી જેમનો કચરો વેસ્ટ નિકાલ કરવો જોઈએ પરંતુ છેલ્લા બે મહિનાથી અહીં jcb નું કામ ચાલી રહ્યું છે પરંતુ ઢગલો એમ નમ પડ્યો છે હજી સુધી એનો નિકાલ કર્યો નથી અને એ વેસ્ટ ઢગલાના કારણે વેપારીઓની આડે આવી જતા વેપારીઓ માટે સંપૂર્ણ ધંધા રોજગાર બંધ થઈ ગયા છે જે ખૂબ જ દુઃખની બાબત ગણાય આ બાબતે તંત્રએ તાત્કાલિક વેપારીઓને ન્યાય મળે તે પ્રકારે ઝડપી કામ કરાવવું જોઈએ તેવી લોક માગણી ઊઠી છે.


