ભાજપની આવતીકાલે ઋણ સ્વીકાર રેલી અને વિજય ઉત્સવ સમારોહ યોજાશે
રાજકોટ શહેરના રાજમાર્ગો પર કેસરીયો લહેરાશે. ૫૦૦ થી વધુ ગાડીઓ અને પ૦૦ થી વધુ સ્કુટર સાથેની વિશાળ વિજયોત્સવ રેલીનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહોળી બહુમતીથી જીત હાંસલ કરે તે માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ શહેરમાં સમગ્ર ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત યોજાયેલ રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે. રાજકોટ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને વિશ્વાસના રોડ મેપ ને ખોબલે ખોબલે મત આપી સ્વીકાર્યુ છે. ત્યારે રાજકોટના નગરજનોનો ઋણ સ્વીકાર કરવા અને ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવને વધાવવા માટે આવતી કાલ તા. ૩૦-૪-૨૬ ગુરૂવારના રોજ સાંજે ૫.૦૦ કલાકેથી રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગીરીરાજ પાર્ટી પ્લોટ, જુના મોરબી રોડ ખાતેથી એક વિશાળ વિજય ઉત્સવ અને ઋણ સ્વીકાર મહારેલીનું ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ વિજયોત્સવ અને ઋણ સ્વીકાર મહારેલી અંગે માહિતી આપતાં રાજકોટ મહાનગરના પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસીંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરની જનતા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને હરહંમેશ સમર્થન આપતી રહી છે અને આ બાબત ફરી એકવાર સાબિત કરતાં રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં કમળના નિશાનનું પ્રતિનિત્વ કરતાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારને જંગી બુહમતીથી જીતાડયા છે અને કેન્દ્રમાં રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજયમાં રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના હાથ વધુ મજબુત કર્યા છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, ઝોન પ્રભારી અને પ્રદેશમહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન અને દેખરેખ હેઠળના પ્લાનીંગથી અને રાજકોટના મતદારોના વિશ્વાસથી આ જવલંત વિજય મળેલ છે. આ જીત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તો ચોકકસ છે પરંતુ આ જીત આ ઉમેદવારોને ૪૪ થી ૪૫ ડીગ્રી માં ધોમ ધખતા તાપમાં પણ મતદાન કરનાર મતદાતાઓની જીત વિશેષ સ્વરૂપમાં છે.
આ જીતને વધાવવા અને મતદારોનો ઋણ સ્વીકાર કરવા રાજકોટના રાજમાર્ગો ઉપર વિજયોત્સવ મનાવવા ઋણ સ્વીકાર મહારેલીનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીનું સંપૂર્ણ આયોજન રાજકોટ શહેરના ઝોન પ્રભારી અને મહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાની સાથે સંકલન કરી પૂર્વ શહેર અધ્યક્ષ નીતીનભાઈ ભારદ્વાજ, મુકેશભાઈ દોશી, પૂર્વ કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડના નેતૃત્વમાં અને દેખરેખ હેઠળ યોજાશે. આ મહારેલી અંગેની સંપૂર્ણ વ્યવસ્થા ઉપરોકત ટીમ સંભાળવાની છે.
આ મહારેલીના રૂટ અને વિશેષ માહિતી આપતાં નીતીનભાઈ ભારદ્વાજ, મુકેશભાઈ દોશી, પુષ્કરભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડ એ જણાવ્યું છે કે, આવતી કાલ તા. ૩૦-૪-૨૬ ને ગુરૂવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે થી ગીરીરાજ પાર્ટી પ્લોટ જુના મોરબી રોડ ખાતેથી શરૂ થશે અને આ મહારેલી ક્રમશ: માનવ સેવા ટ્રસ્ટ, વોર્ડ નં.૪ નું કાર્યાલય, રણછોડદાસજી બાપુ આશ્રમ, પાણીનો ધોડો, બાલક હનુમાનજી, સંત કબીર રોડ, ચુનારાવાડ ચોક, જીલ્લા ગાર્ડન, ૮૦ ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલ , ભકિતનગર સર્કલ , નાગરિક બેંક ઉદ્યોગનગર શાખા, ઢેબર રોડ અટીકા ફાટક તરફ , માલવીયા ચોક, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ, મવડી ઓવર બ્રીજ નીચે, ૧૫૦ કુટ રીંગ રોડ , નાના મવા રોડ સર્કલ, ઈન્દીરા સર્કલ , રૈયા સર્કલ – આમ્રપાલી સીનેમા – અન્ડરબ્રીજ – કિશાનપરા ચોક – અકિલા ચોક (જીલ્લા પંચાયત ચોક) , બહુમાળી ભવન – સરદાર પટેલ પ્રતિમા ખાતે સમાપન કરવામાં આવશે.
આ મહારેલીમાં શણગારેલ જીપ તથા ગાડીઓમાં ભારતીય જનતા પાર્ટીના વિજયી તમામ ઉમેદાવારો ઉપસ્થિત રહશે. સાથો સાથ રાજકોટ મહાનગરના સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, રાજકોટ મહાનગરના સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના તમામ શ્રેણીના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાશે અને રાજકોટ શહેરના મતદારોનો આભાર વ્યકત કરશે.
આ મહારેલીનું મુખ્ય આર્કષણ નાસિક ઢોલ, શણગારેલી છત્રી સાથે પરંપારિક વેશ ભુષા સાથે યુવાનો રહેશે. ડી.જે. અને સંગીતના તાલે યોજાનાર આ મહારેલીમાં ૫૦૦ થી વધારે ગાડીઓ, જીપ તથા ૫૦૦ થી વધુ સ્કુટરો જોડાશે. આ મહારેલીના રૂટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેશરીયો ધ્વજ લહેરાશે. ભારતીય જનતા પાર્ટીના બહેનો કેસરી સાડીના ડ્રેસ કોડમાં જોડાશે. મહારેલીના રૂટના અલગ અલગ પોઈન્ટ ઉપર મહારેલીનું સ્વાગત અને અભિવાદન પણ કરવામાં આવશે. આ મહારેલી રાજકોટ શહેરના ઇતિહાસમાં આજ સુધી કયારેય પણ ન યોજાઈ હોય તેવી જાજરમાન અને અભુતપૂર્વ સ્વરૂપે યોજાશે. આ મહારેલીના રૂટની તમામ વ્યવસ્થા રાજકોટ મહાનગરના વિવિધ યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીમ દ્વારા સંભાળવામાં આવશે.


