By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    7 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો

Editor
Last updated: 2026/04/30 at 5:43 PM
21 hours ago
Share
સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો
SHARE

સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો

પર્યટકોની સુરક્ષા માટે ચોકીઓ સ્થાપવાની જાહેરાત : રાજય પોલીસ વડા દ્વારા યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક : કન્ટેનર આધારિત હેલ્પડેસ્ક અને કિયોસ્ક ઉભા કરાશે

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવાની દિશામાં રાજ્ય પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પર્યટન જિલ્લાઓમાં ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ સ્થાપવાની યોજના જાહેર કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ પહેલનો પ્રથમ તબક્કો અમલમાં મૂકવામાં આવશે. આ સ્ટેશનો માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતા નહીં, પરંતુ પ્રવાસીઓને મિત્રસભર વાતાવરણમાં ઝડપી મદદ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવશે.

મહત્વનું એ છે કે, જ્યાં પહેલેથી પોલીસ ચોકીઓ કાર્યરત છે, ત્યાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને તેને અપગ્રેડ કરી અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવશે. સાથે જ પોલીસ કર્મચારીઓ માટે ખાસ યુનિફોર્મ અને વાહનો માટે અનન્ય લોગો ડિઝાઇન કરવાની પણ યોજના છે, જેથી પ્રવાસીઓ સરળતાથી પોલીસને ઓળખી શકે. પ્રવાસીઓની તાત્કાલિક સહાય માટે મુખ્ય સ્થળોએ કન્ટેનર આધારિત ‘હેલ્પ ડેસ્ક’ અને ‘કિયોસ્ક’ ઉભા કરવામાં આવશે. ઉપરાંત, તમામ માહિતી અને સુરક્ષા સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય તે માટે ‘સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન’ વિકસાવવાની સૂચના આપવામાં આવી છે.

આ બેઠકમાં દરેક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન માટે પૂરતું માનવબળ, નવા વાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા ઉપર ખાસ ભાર મુકાયો હતો. ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, “આ પહેલનો મુખ્ય હેતુ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ગુજરાતમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને એક સુરક્ષિત અને મિત્રસભર અનુભવ આપવાનો છે.” રાજ્ય પોલીસના આ પ્રયાસથી આવનારા સમયમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ આકર્ષક અને વિશ્વસનીય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

You Might Also Like

લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન

ચૂંટણી પૂરી થતાં જ વહિવટી માળખામાં ફેરફાર, ૬૦ અધિકારીની બઢતી-બદલી

કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા આવાસમાં કમાન્ડોનો આપઘાત

 સત્તા માટે રાજયમાં ૧૫મીએ ખેલાયેલા ખેલ લોકશાહી માટે ઘાતક : ઇટાલિયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ
ગુજરાત

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ

Editor By Editor 4 days ago
ધાર્મિક નિયમોમાં બંધારણનું પાલન થવુ જરૂરી, મનમાની ન ચલાવી લેવાય : સુપ્રિમ
 રાજકોટ એપ્રિલમાં સતત ધગધગતુ રહ્યુ, આજે ચાર શહેરમાં ૪3 ડિગ્રી
 લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત
ધાર્મિક પ્રસંગમાં દલિત સમૂદાય માટે ઘરેથી ભાણુ લાવવા ફરમાન, પાણી-બેઠક વ્યવસ્થા અલગ રાખી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?