ધોરાજી જૈન જાગૃતિ મહિલા પાંખ દ્વારા પક્ષીઓ માટે માટીના પાણીપત્ર વિતરણ કરાયા
અગ્ર ગુજરાત, ધોરાજી
જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ ધોરાજી અને એન ડી શાહ ફિટનેસ સેન્ટર દ્વારા જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટેના માટીના 700 નંગ પાણીપાત્ર અને અરહમ યુવા ગ્રુપના સહયોગથી ચકલીના 400 માળા અને 200 બર્ડ ફીડર નું ધોરાજી શહેરમાં વિતરણ કરવામાં આવ્યું છે.
આ વિતરણ મા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ ની ટીમ અને એન ડી શાહ ફિટનેસ સેન્ટરની ટીમે જહેમત ઉઠાવી હતી. જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી લોકોને અપીલ કરે છે કે અત્યારે મનુષ્યને પણ આ ગરમી અસહ્ય લાગે છે ત્યારે અબોલ પશુ, પક્ષીઓ માટે ચોક્કસથી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.


