By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિજય બાદ વોર્ડ નં .2 ના વિજેતા કોર્પોરેટરો ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિજય બાદ વોર્ડ નં .2 ના વિજેતા કોર્પોરેટરો ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે

Editor
Last updated: 2026/05/01 at 4:33 PM
2 months ago
Share
વિજય બાદ વોર્ડ નં .2 ના વિજેતા કોર્પોરેટરો ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે
SHARE

જનસમર્થનથી વિકાસના સંકલ્પ સુધી ભાજપનું શક્તિ પ્રદર્શન

વિજય બાદ વોર્ડ નં .2 ના વિજેતા કોર્પોરેટરો ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે

રાજકોટમાં ભાજપનો 72માંથી 65 સીટ પર પ્રચંડ વિજય  બાદ વોર્ડ નં.2ના વિજેતાઓએ આપી વિકાસની ગેરંટી

ચૂંટણી સમયે ઉમેદવારો જાહેર થયા બાદ અંદરખાને વિરોધ છતાં પ્રદેશ ભાજપનો નિર્ણય અડગ રહ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ શહેરની રાજકીય દિશા સ્પષ્ટ કરી દીધી છે. 72 બેઠકોમાંથી 65 પર વિજય મેળવી ભારતીય જનતા પાર્ટીએ એકતરફી પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. આ વિજય માત્ર સંખ્યાબળનો જ નથી, પરંતુ સંગઠન, વ્યૂહરચના અને મતદારોના વિશ્વાસનો પણ પ્રતિબિંબ છે. આ પ્રચંડ જીત વચ્ચે વોર્ડ નંબર 2 વિશેષ ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં ભાજપના ચારેય ઉમેદવારો દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજા, ધૈર્ય પારેખ અને ડો. શૈલેષ વસાણી  વિજયી બન્યા છે.
ચૂંટણી પરિણામ બાદ આ ચારેય વિજેતા કોર્પોરેટરો દ્વારા ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં તેમણે જનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિકાસના મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરી હતી. તેમની આ મુલાકાત માત્ર ઔપચારિક નહોતી, પરંતુ ભવિષ્યના વિકાસ માટેની દિશા નક્કી કરતી ચર્ચા તરીકે પણ જોવામાં આવી રહી છે.
વોર્ડ નંબર 2માં ચૂંટણી પૂર્વે પરિસ્થિતિ સરળ નહોતી. સ્થાનિક સ્તરે ભાજપના સક્રિય કાર્યકરોમાં ટિકિટ વિતરણને લઈને નારાજગી ફાટી નીકળી હતી. ઘણા કાર્યકરોએ ઉમેદવાર બદલવાની માંગણી પણ ઉઠાવી હતી. છતાં, પક્ષે પોતાના નિર્ણય પર અડગ રહીને આ ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પરિણામે, આજે એ જ નિર્ણય ભાજપ માટે વિજયનો પાયો સાબિત થયો છે.
વિજેતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પ્રચાર દરમિયાન તેઓએ ડોર-ટુ-ડોર મુલાકાત કરી હતી અને લોકોને સીધો સંપર્ક કર્યો હતો. આશ્ચર્યજનક રીતે ક્યાંય પણ અસંતોષ કે વિરોધ જોવા મળ્યો નહોતો. લોકોનો મુખ્ય ફોકસ વિકાસ અને સુવિધાઓ પર હતો, જે ભાજપના પક્ષમાં ગયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
વોર્ડ નંબર 2 માટે આગામી સમયમાં વિકાસના અનેક મોટા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. તેમાં સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે પાર્ટી પ્લોટનું નિર્માણ છે, જેનું ખાતમૂહૂર્ત પહેલેથી જ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.
આ સાથે સાંઢીયા પુલનું કામ પણ અંતિમ તબક્કામાં છે. કોર્પોરેટરોએ ખાતરી આપી છે કે, આ પુલ વહેલી તકે પૂર્ણ થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. આ પુલ તૈયાર થતાં ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળશે.
વોર્ડના વિકાસ માટે રોડ-રસ્તા, ડ્રેનેજ અને ગાર્ડન બ્યુટીફિકેશન જેવી મૂળભૂત સુવિધાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક કામગીરી કરવામાં આવશે. કોર્પોરેટરોએ સ્પષ્ટ કર્યું કે, કોઈપણ કામ બાકી ન રહે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવશે.
સામાજિક સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. ખાસ કરીને જ્યાં આંગણવાડીની જરૂર છે ત્યાં નવી આંગણવાડી શરૂ કરવાની યોજના છે. બાળકો અને મહિલાઓના આરોગ્ય અને શિક્ષણ માટે આ પગલું મહત્વપૂર્ણ સાબિત થશે.
વિજેતાઓએ જણાવ્યું હતું કે, તેઓ માટે રાજકારણ માત્ર સત્તા મેળવવાનો માધ્યમ નથી, પરંતુ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો માર્ગ છે. તેઓ દરેક નાગરિકની જરૂરિયાતને પ્રાથમિકતા આપશે અને વિકાસના કામોમાં કોઈ બાંધછોડ નહીં કરે.
આ સમગ્ર ચૂંટણીમાં ભાજપની જીત માત્ર પ્રચાર કે રાજકીય લહેરના કારણે નહોતી, પરંતુ સંગઠનના મજબૂત માળખા અને કાર્યકરોની મહેનતનું પરિણામ હતી. વોર્ડ નંબર 2નું ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે, અંદરખાનાં મતભેદ હોવા છતાં જો પક્ષ એકજુટ રહે તો જીત શક્ય બને છે. આ રીતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ભાજપ માટે ઐતિહાસિક સાબિત થયું છે. હવે નજર વિકાસના કામો પર છે, જ્યાં વિજેતા કોર્પોરેટરોને પોતાની વાતો સાબિત કરવાની તક મળશે.

ભાજપનો અપરાજિત કિલ્લો કેમ મજબૂત રહ્યો?

રાજકોટમાં ભાજપે 72માંથી 65 સીટ જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. સંગઠનની મજબૂતી, બૂથ લેવલ મેનેજમેન્ટ અને વિકાસના મુદ્દાઓ પર ફોકસ આ જીતના મુખ્ય કારણ રહ્યા. વિરોધ પક્ષ મતદારો સુધી અસરકારક રીતે પહોંચવામાં નિષ્ફળ રહ્યો.

વોર્ડ નં.2માં અંદરખાનાં વિરોધ છતાં જીત કેવી રીતે મળી?

ટિકિટ વિતરણ વખતે અસંતોષ હોવા છતાં પક્ષે એકતા જાળવી રાખી. ઉમેદવારોએ સીધો જનસંપર્ક વધાર્યો અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખ્યા. પરિણામે મતદારોમાં વિશ્વાસ વધ્યો અને વિરોધ અસરકારક બની શક્યો નહીં.

વિકાસનો એજન્ડા – જીતનું મુખ્ય હથિયાર
રોડ, ડ્રેનેજ, ગાર્ડન, પુલ અને સામાજિક સુવિધાઓ જેવા મુદ્દાઓ મતદારો માટે પ્રાથમિક રહ્યા. ભાજપે આ મુદ્દાઓને પ્રચારમાં અસરકારક રીતે રજૂ કર્યા, જેના કારણે લોકોને વિશ્વાસ મળ્યો કે વિકાસ ચાલુ રહેશે.

હવે પડકાર, અપેક્ષાઓ પર ઊતરવું

જીત બાદ સૌથી મોટો પડકાર છે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવો. પાર્ટી પ્લોટ, સાંઢીયા પુલ, આંગણવાડી અને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કામો સમયસર પૂર્ણ કરવાથી જ આ જીતને સચોટ અર્થ મળશે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી
રાજકોટ

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી

Editor By Editor 3 days ago
પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ
જામનગરની સરકારી હોસ્પિટલમાં બનશે કેથેટરાઈઝેશન લેબોરેટરી: આરોગ્ય મંત્રી
 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧
સુરેન્દ્રનગરના રામપરડા નજીક ટ્રેનમાંથી ડિઝલ ચોરીનું મસમોટું ચાલતુ કૌભાંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?