ત્રંબા તાલુકા પંચાયત સીટમાં ૩ દાયકા બાદ ભાજપનો ભગવો લહેરાયો
જાગૃત અને વિકાસમુખી મતદારોએ ‘કમળ’ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિકાસના માર્ગને પસંદ કર્યો : વર્ષાબેન ખુંટ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬માં રાજકોટ તાલુકાની કસ્તુરબાધામ(ત્રંબા) તાલુકા પંચાયતમાં જાગૃત અને વિકાસમુખી મતદારોએ ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ‘કમળ’ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિકાસના માર્ગ ઉપર મહોર માર્યો તે બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કસ્તુરબાધામ(ત્રંબા) તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર વર્ષાબેન રસિકભાઈ ખુંટ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, મહામંત્રી વિપુલભાઈ બસીયા, અજયભાઈ મકવાણા, વલ્લભભાઈ શેખલીયા, પરસોત્તમભાઈ ભરાડીયા, સુરપાલસિંહ જાડેજા, બાબુભાઈ મોલીયા, નીતિનભાઈ રૈયાણી, ભાવેશભાઈ પીઠવા, કાળુભાઈ જાદવ, વિપુલભાઈ વાટુકીયા, હેપીનભાઈ રૈયાણી, જી.એન.જાદવ, મિતેશભાઈ અનડકટ, મહેશભાઈ ગમારા સહીત સમગ્ર સંગઠનની ટીમ સહીતનાઓની અથાગ મહેનતનું પરિણામ છે. રાત-દિવસ નાત-જાત, તાપ-તડકો જોયા વિના અવિરત મહેનતનું પરિણામને આભારી છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.


