By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું

Editor
Last updated: 2026/05/05 at 4:46 PM
3 months ago
Share
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
SHARE

રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું

ખજુરડા ગામથી રાજકોટ સુધીનો સંઘર્ષ ; માતા-પિતા અને શિક્ષકોના સહકારથી મહેક પઢિયારે રચી સફળતાની ગાથા, ‘અગ્ર ગુજરાત’ સમક્ષ વર્ણવી સફળતાની ગાથા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ પંથકમાં બોર્ડ પરીક્ષાના પરિણામોમાં ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારમાંથી ઉગેલી પ્રતિભાએ શહેરનું ગૌરવ વધાર્યું છે. ઉપલેટા તાલુકાના ખજુરડા ગામના ખેડૂત બસીરભાઈ પઢિયારની દીકરી મહેક પઢિયારે ધોરણ 12 કોમર્સમાં 99.97 પર્સેન્ટાઇલ (PR) મેળવી રાજકોટ શહેરમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર, સંધિ મુસ્લિમ સમાજ અને શુભમ શાળાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલી દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
આ તેજસ્વી વિદ્યાર્થીની મહેક પઢિયાર આજે પોતાના પરિવાર સાથે અગ્ર ગુજરાત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાતે આવી હતી, જ્યાં તેણે પોતાના સંઘર્ષ, મહેનત અને ભવિષ્યના સપનાઓ વિશે ખુલાસો કર્યો હતો. મહેકની આ સિદ્ધિ પાછળ તેની દૃઢ ઈચ્છાશક્તિ અને સતત મહેનતનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે.

મહેકે અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ 10માં પણ સારા ગુણ પ્રાપ્ત કર્યા બાદ તેણે જીવનમાં એક સ્પષ્ટ ગોલ નક્કી કર્યો હતો. તે ગોલને સાકાર કરવા માટે તેણે ગામ છોડીને રાજકોટમાં આવી અભ્યાસ શરૂ કર્યો. તેના મનમાં શરૂઆતથી જ એક મહેચ્છા હતી કે ધોરણ 12માં વધુમાં વધુ પીઆર મેળવી ગુજરાત બોર્ડમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવું. આજે 99.97 PR સાથે તે ઈચ્છા પૂર્ણ થતા પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહેકે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા અને શિક્ષકોને આપ્યો હતો. તેણે જણાવ્યું કે, “મારા માતા-પિતાએ મારી પાછળ ખૂબ મહેનત કરી છે. તેઓએ મને કોઈ પણ વસ્તુની કમી અનુભવવા દીધી નથી. મારી ઈચ્છા અને મહેનત જોઈ તેઓએ મને ગામમાંથી બહાર મોકલીને રાજકોટમાં અભ્યાસ કરવાની તક આપી.” ખાસ કરીને તેની માતાનો ઉલ્લેખ કરતાં મહેકે જણાવ્યું કે, મારી માતા રોજ રાત્રે 3 વાગ્યે મને ઉઠાડતી હતી, જેથી હું અભ્યાસમાં પાછળ ન રહી જાઉં.

શૈક્ષણિક માર્ગમાં શિક્ષકોનો સહકાર પણ મહેક માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. શુભમ સ્કૂલના શિક્ષકોએ તેને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને અભ્યાસ માટે એક મજબૂત માળખું તૈયાર કરવામાં મદદ કરી હતી. મહેકે જણાવ્યું કે તે રોજ શાળામાં લગભગ 8 કલાક અભ્યાસ કરતી હતી અને ઘરે જઈને 4 કલાક સુધી રિવિઝન કરતી હતી. આ સતત અભ્યાસ અને આયોજનબદ્ધ મહેનતના કારણે જ તે આજે આ ઊંચાઈએ પહોંચી શકી છે.

મહેકના જીવનમાં રાજકોટમાં રહી અભ્યાસ કરવો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. તેણે અહીં પોતાના નાના-નાની સાથે રહી અભ્યાસ કર્યો હતો. પરિવારથી દૂર રહીને અભ્યાસ કરવો સરળ નહોતો, પરંતુ પોતાના સપનાઓને સાકાર કરવા માટે તેણે આ પડકાર સ્વીકાર્યો હતો. આ દરમિયાન પરિવાર અને સગાસંબંધીઓનો સતત સહકાર મળતો રહ્યો હતો, જેના કારણે તે પોતાની મહેનત ચાલુ રાખી શકી.
ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરતાં મહેકે જણાવ્યું કે, તે BBA કર્યા બાદ IIM માં માસ્ટર ડિગ્રી મેળવવા માંગે છે અને ભવિષ્યમાં CEO બનવાનું સપનું ધરાવે છે. તેણે કહ્યું કે, મારે કોઈ મોટી કંપનીમાં સારી પોસ્ટ પર કામ કરવું છે અને દેશ માટે કંઈક કરવાની ઈચ્છા છે. હું માત્ર પોતાનો વિચાર નહીં કરું, પરંતુ દેશ માટે કામ કરવાની મારી પૂર્ણ તૈયારી છે.

આ સફળતા માત્ર મહેક માટે જ નહીં પરંતુ સમગ્ર સંધી મુસ્લિમ સમાજ માટે ગૌરવની બાબત બની છે. ખાસ કરીને તે વાત મહત્વપૂર્ણ છે કે સમાજમાં જ્યાં દીકરીઓને આગળ વધવાની તકો ઓછી મળે છે, ત્યાં મહેકે પોતાની મહેનત અને આત્મવિશ્વાસથી એક નવી દિશા દર્શાવી છે. આ પ્રસંગે સંધી મુસ્લિમ યુવા સંગઠન રાજકોટના આગેવાનો રાજુભાઈ દલવાણી, અવેશભાઈ દલ, ઇમરાનભાઈ દલવાણી, જીગાભાઈ જુણાચ સહિતનાઓ તેની સાથે જોડાયા હતા અને તેની સિદ્ધિને વધાવી હતી.
ધોરણ 12માં નિષ્ફળ રહેલા વિદ્યાર્થીઓ માટે મહેકે ખૂબ પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું કે, નબળા કોઈ નથી હોતા, માત્ર વિચારો નબળા હોય છે. ઘણી વખત આજુબાજુના લોકો ‘આ તારાથી નહીં થાય’ એવું કહીને વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી એક ગોલ નક્કી કરી મહેનત કરે અને નકારાત્મક વિચારોને દૂર રાખે, તો તે જરૂર સફળતા મેળવી શકે છે. મહેકની આ વાતો માત્ર શબ્દો નથી, પરંતુ તેની પોતાની સફરની સાક્ષી છે. તેણે સાબિત કર્યું છે કે મહેનત, સંકલ્પ અને યોગ્ય માર્ગદર્શન હોય તો કોઈ પણ વિદ્યાર્થી મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે.

આ રીતે ઉપલેટાના નાના ગામ ખજુરડાથી શરૂ થયેલી મહેક પઢિયારની સફર આજે રાજકોટમાં ત્રીજા ક્રમાંક સુધી પહોંચી છે, જે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેની આ સફળતા દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રતિભાનો કોઈ અભાવ નથી, માત્ર તેને યોગ્ય તક અને માર્ગદર્શનની જરૂર છે.
મહેક પઢિયારની આ સિદ્ધિએ એકવાર ફરી સાબિત કર્યું છે કે દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી અને જો તેમને યોગ્ય સપોર્ટ મળે તો તેઓ આકાશને પણ સ્પર્શી શકે છે.

 

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
રાજકોટ

રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Editor By Editor 5 days ago
9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?