ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
બંગાળ, આસામ અને પોંડીચેરીમાં મળેલી જીતને સાંસદ રામભાઇ મોકરીયાએ વધાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ બંગાળ મા ઐતહાસિક સફળતા, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ પ્રચંડ જનાદેશ બદલ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ત્રણેય રાજ્યોની જનતા, પ્રદેશ નેતૃત્વ અને લાખો કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “આ વિજય ત્રણ અલગ-અલગ સંસ્કૃતિઓનો છે, પણ સંદેશ એક જ છે – વિકાસ, સુશાસન અને રાષ્ટ્રવાદમાં જનતાનો અતૂટ વિશ્વાસ” છે.
પશ્ચિમ બંગાળની જનતાએ તુષ્ટિકરણ અને અરાજકતાને નકારીને સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોને ફરી સ્થાપિત કર્યા છે. આ ‘સોનાર બાંગ્લા’ના નિર્માણની શરૂઆત છે બંગાળના લાખો કાર્યકર્તાઓએ અગાઉની મમતા સરકારમાં ભોગવેલ અસંખ્ય યાતનાઓ માંથી મુંક્તી મળેલ છે. તેમના બલિદાન અને સમર્પણને હું વંદન કરું છું. મને વિશ્વાસ છે કે બંગાળમાં બનનારી ભાજપ સરકાર ‘સોનાર બાંગ્લા’ના સ્વપ્નને સાકાર કરશે. અને હવે કેન્દ્ર સરકારની તમામ યોજનાનો સંપૂર્ણ લાભ બંગાળની છેવાડાની જનતાને મળશે.
આસામની જનતાએ સતત બીજી વખત ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ મૂકીને શાંતિ, વિકાસ અને સાંસ્કૃતિક અસ્મિતાની રક્ષાની રાજનીતિને વધાવી છે.અને અખંડ ભારતની નીતિને વધાવેલ છે.
દક્ષિણ ભારતના આ પ્રવેશદ્વારે કમળ ખીલવીને જનતાએ ભાજપના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ સંકલ્પને વધુ મજબૂત કર્યો છે.
ત્રણેય રાજ્યોના કાર્યકર્તાઓનું સમર્પણ અને બલિદાન અભૂતપૂર્વ છે. બંગાળમાં યાતનાઓ વચ્ચે, આસામમાં પૂર અને પડકારો વચ્ચે અને પોંડિચેરીમાં સીમિત સંસાધનો વચ્ચે કાર્યકર્તાઓએ ઘર-ઘર સુધી ભારતના વડાપ્રધાન મોદીનો સંદેશ પહોંચાડ્યો. આ વિજય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગરીબ કલ્યાણ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ મંત્રનો વિજય છે”, તેમજ સાંસદ મોકરિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રણેય રાજ્યોમાં બનનારી ભાજપ/NDA સરકાર જનતાની આશા-અપેક્ષાઓ પર ખરી ઉતરશે અને વિકાસના નવા કિર્તિમાન સ્થપાશે.


